કંપનીએ કરી જાહેરાત, 1 શેર ખરીદો અને 79 શેર મફતમાં મેળવો

બોનસ શેર વહેંચનારી કંપનીઓના શેર પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે સારી ખબર છે.

ગત એક વર્ષથી દમદાર રિટર્ન આપનારી કંપની સનસાઈન કેપિટલ લિમિટેડે બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. સાથે જ કંપનીના શેરોની વહેંચણી પણ થશે. 

શેરબજારને આપેલી જાણકારીમાં કંપનીએ કહ્યું કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેરને 10 ભાગમાં વહેંચવામાં આવશે. આ સ્પ્લિટ બાદ કંપનીના શેરોની ફેસ વેલ્યૂ ઘટીને 1 રૂપિયો થઈ જશે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

 સાથે જ કંપનીએ 1 રપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેર પર 7 બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે. આ બંને ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

કંપનીએ બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ માટે 11 માર્ચ 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી દીધી છે. એટલે કે આ દિવસે જે રોકાણકારોની પાસે કંપનીના શેર રહેશે, તેમને જ બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટનો લાભ મળશે.

શુક્રવારે કંપનીના 1 શેરનો ભાવ 2 ટકાનું અપર સર્કિટ લાગ્યા બાદ 247.50 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું હતું. ગત એક વર્ષ દરમિયાન કંપનીના શેરોની કિંમતમાં 771 ટકાની તેજી જોવા મળી છે. 

શેરબજારમાં કંપનીની 52 સપ્તાહની હાઈ 247.50 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 27.05 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીની માર્કેટ કેપ 322.27 કરોડ રૂપિયાની છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.