જાણીતા ઓટો શેરને વેચવાની સલાહ, બ્રોકરેજે ઘટાડી ટાર્ગેટ પ્રાઈસ

 ઓટો સેક્ટરના શેરમાં ભારે તેજી જોવા મળી રહી છે. ઘણી ઓટો કંપનીઓના શેર તેની 52 સપ્તાહની હાઈ પર પણ કારોબાર કરી રહ્યા છે. આમાં મારુતિ સુઝુકી ઈન્ડિયા પણ સામેલ છે.

મારુતિ સુઝુકીએ હાલમાં જ તેની 52 સપ્તાહની હાઈ બનાવી છે. તેની સાથે જ શેર ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે, હવે બ્રોકરેજ હાઉસે મારુતિ પર પોતાનો ટાર્ગેટ ઘટાડી દીધો છે.

ગત 1-2 વર્ષથી ઓટો સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓના વેચાણમાં વધારો થયો છે. આમાં મારુતિ પણ સામેલ રહી છે. જ્યારે મારુતિએ તેના રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

એક વર્ષની અંદર જ શેરે તેના રોકાણકારોને 32 ટકાથી વધારેનું રિટર્ન આપ્યું છે. મારુતિની 52 સપ્તાહ અને ઓલ ટાઈમ હાઈ NSE પર 11,613.05 રૂપિયા રહી છે અને તેની 52 સપ્તાહની નીચી સપાટી 8,130 રૂપિયા છે.  

હાલમાં જ મારુતિએ તેના નાણાકીય વર્ષ 2023-24ના ક્વાટર પરિણામો જાહેર કર્યા હતા. આમાં કંપની તરફથી શાનદાર પ્રોફિટ નોંધવામાં આવ્યું હતું. 

 સંભવિત નાની કારોની રિકવરી અને ઓક્ટોબર 24માં મારુતિની ઈ-SUV લોન્ચમાં વધારે જોખમ સામેલ છે. 

એવામાં એમકે ગ્લોબલ ફાઈનાન્શિયલે મારુતિ પર પોતાનો ટાર્ગેટ ઘટાડી દીધો છે અને તેને 10,700 રૂપિયા કરી દીધો છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.