જાણો ટ્રકો પર કેમ લખાય છે 'હોર્ન ઓકે પ્લીઝ'

તમે ટ્રકની પાછળ આ સ્લોગન લખેલું જોયું જ હશે

આ માત્ર એક સ્લોગન નથી, તેની પાછળ એક ખાસ કારણ છે

ટ્રક પર હોર્ન ઓકે પ્લીઝ અકસ્માતોને અટકાવે છે

વાસ્તવમાં, તે ટ્રકની પાછળ આવતા વાહનને ઓવરટેક કરવામાં મદદ કરે છે

 જ્યારે પાછળનું વાહન હોર્ન વગાડે છે, ત્યારે ટ્રક ડ્રાઈવર સિગ્નલ સાથે તેને ઓકે આપે છે

ઘણી વખત ઓકેની ઉપર એક લાઇટ હોય છે, જેને ટ્રક ડ્રાઇવર ચાલુ કરે છે

તેને જોયા બાદ પાછળનો વાહન ચાલક ટ્રકને ઓવરટેક કરી લે છે

અગાઉ સાંકડા રસ્તાઓને કારણે આ વ્યવસ્થા ઉભી થઈ હતી

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 'ઑન કેરોસીન' દર્શાવવા માટે 'OK' પણ લખવામાં આવ્યું હતું