સ્ટીલ કંપનીઓના શેરમાં નુકસાનીના એંધાણ, બ્રોકરેજે આપી વેચવાની સલાહ

મેટલ શેરોમાં તેજી કાયમ છે. પરંતુ એવું લાગે છે કે, સ્ટીલ કંપનીઓના શેર દિગ્ગજ બ્રોકરેજ ફર્મ CLSAને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા છે.

બ્રોકરેજે ભારતીય સ્ટીલ કંપનીઓને લઈને સતર્ક રહેવાનું વલણ દર્શાવ્યું છે.

તેમણે કહ્યું કે, નફાનો થોડો હિસ્સો માઈનર્સ પાસે જવાથી, પહેલાના મુકાબલે ઓછા સ્પ્રેન્ડની આશંકા અને ઊંચા વેલ્યૂએશનના કારણે સ્ટીલ કંપનીઓને લઈને આ વલણ અપનાવવામાં આવ્યું છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

CLSAએ ટાટા સ્ટીલની રેટિંગ ઘટાડીને આઉટપરફોર્મથી ‘Sell’ કરી દીધી છે અને ટાર્ગેટ પ્રાઈસ 145થી ઘટાડીને 135 કરી દીધી છે. 

સાથે જ તેમણે JSW સ્ટીલની રેટિંગને પણ અન્ડરપરફોર્મથી ઘટાડીને ‘Sell’ કરી દીધી છે અને ટાર્ગેટ પ્રાઈસ 810 રૂપિયાથી ઘટાડીને 730 રૂપિયા કરી દીધી છે. 

આગામી 2 વર્ષો દરમિયાન ક્ષમતા વિસ્તારના કારણે બંને કંપનીઓના સેલ્સ ગ્રોથ મજબૂત રહેવાની આશા છે. પરંતુ CLSAએ નબળાં સ્પ્રેડને કારણે તેમના માર્જિનમાં ઘટાડો કરવાની આશા વ્યક્ત કરી છે.

વિદેશી બ્રોકરેજ ફર્મે જિંદલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ પર અન્ડરપરફોર્મ રેટિંગ યથાવત રાખી છે અને કહ્યું કે, તે માર્જિનમાં વધારા સંબંધિત પ્રોજેક્ટના કારણે અન્ય કંપનીઓ કરતા થોડી સારી સ્થિતિમાં છે. 

બ્રોકરેજે JSPLની ટાર્ગેટ પ્રાઈસ 820 રૂપિયાથી વધારીને 840 રૂપિયા કરી દીધી છે. 

બ્રોકરેજે સાથે તે પણ કહ્યું કે, ચીન સરકાર તરફથી કોઈ મોટી ઈન્સેન્ટિવની જાહેરાત આ શેરો માટે જોખમ તરીકે કામ કરી શકે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.