શેર રોકેટ સ્પીડથી આપી રહ્યો છે રિટર્ન, હવે કંપનીને મળ્યો 9500 કરોડનો ઓર્ડર

BHElના શેરોમાં બુધવારના રોજ 4 ટકાનો ભારે ઘટાડો જોવા મળી રહ્યો હતો. મહારત્ન કંપની ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડના શેર મંગળવારે નવી ઊંચાઈ પર પહોંચી ગયા હતા.

ભેલના શેર 271.55 રૂપિયા સુધી પહોંચ્યા હતા, જે કંપનીના શેરોની નવી 52 સપ્તાહની હાઈ છે.

કંપનીએ જણાવ્યું કે, તેને ઉત્તરપ્રદેશમાં થર્મલ પાવર પ્રોજેક્ટ લગાવવા માટે NTPC તરફથી એક ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર 9,500 કરોડ રૂપિયાનો છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

BHELએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે, કંપનીના ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં સિગરૌલી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ, સ્ટેજ-3 (2*800 MW) લગાવવા માટે એનટીપીસી લિમિટેડ તરફથી 9,500 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.

આ ઓર્ડર બાયલર, ટર્બાઈન, જનરેટન અને એસોસિએટેડ આગ્જિલિયરી જેવા ઈક્વિપમેન્ટની સપ્લાય સાથે જોડાયેલો છે.

ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સના શેરોમાં ગત એક વર્ષમાં 225 ટકાથી વધારેની તેજી આવી છે. મહારત્ન કંપનીના શેર 6 માર્ચ 2023ના રોજ 74.92 રૂપિયાના સ્તર પર હતા. 

સરકારી કંપનીના શેર 4 માર્ચ 2022ના રોજ 49.20 રૂપિયા પર હતા. ગત 6 મહિનામાં શેરે રોકાણકારોને ડબલ રિટર્ન આપ્યું છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.