થઈ જાઓ તૈયાર, ઈતિહાસનો સૌથી મોટો IPO લાવી રહ્યુ છે Tata

ટાટા ગ્રુપની કંપનીઓમાં સતત એક્શન જોવા મળી રહ્યું છે. બુધવારે કારોબારમાં ટાટા કેમિકલ્સમાં 11 ટકા અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 

શેરમાં આ તેજી ટાટા સન્સના આઈપીઓને લઈને આવી રહેલી ખબરો બાદ જોવા મળી છે.

વાસ્તવમાં, રિઝર્વ બેંકના એક નિયમ પ્રમાણે, ટાટા સન્સના શેરનું બજારમાં લિસ્ટ થવું અનિવાર્ય છે. બજારને આશા છે કે, ટાટા સન્સને લિસ્ટ થવાથી ટાટા ગ્રુપનું હોલ્ડિંગ સ્ટ્રક્ચર સરળ થશે અને લિસ્ટિંગથી ઘણી હોલ્ડિંગ કંપનીઓની વેલ્યૂ અનલોક થશે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ઘણા રિપોર્ટ્સ પ્રમાણે, ટાટા સન્સની લિસ્ટિંગનો સીધો ફાયદો ટાટા કેમિકલ્સ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન જેવા શેર પર જોવા મળશે. આ બંને શેરમાં ગત સત્રમાં તેજી જોવા મળી હતી.

30 સપ્ટેમ્બર, 2022ના રોજ રિઝર્વ બેંકે NBFC માટે સ્કેલ બેસ્ડ રેગ્યુલેશન હેઠળ NBFCની અપર લેયર યાદી બહાર પાડી હતી. આ યાદીમાં ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડને CIC તરીકે સામેલ કરવામાં આવ્યું છે. 

લિસ્ટમાં સામેલ થવાની સાથે, હવે ટાટા સન્સ માટે અનિવાર્ય થઈ ગયું છે કે, તે પોતે સપ્ટેમ્બર 2025 સુધી બજારમાં લિસ્ટ થઈ જાય. રિપોર્ટ્સ પ્રમાણે, કંપનીનું બજાર મૂલ્ય 11 લાખ કરોડ રૂપિયાથી વધારે હોઈ શકે છે. 

એવામાં જો કંપની બજારમાં માત્ર 5 ટકા હિસ્સેદારી ઉતારે છે, તો આઈપીઓનું મૂલ્ય 55 હજાર કરોડ રૂપિયા કે તેનાથી વધારે હોઈ શકે છે. જે હજુ સુધીનો સૌથી મોટો ઈશ્યૂ હશે.

ટાટા કેમકલ્સમાં ટાટા સન્સની લગભગ 32 ટકા અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનની લગભગ 6 ટકા હિસ્સેદારી છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.