ગરીબોનું ફ્રૂટ ખેતરમાં વાવો, દર વર્ષે 4 લાખની કમાણી થશે

પડતર જગ્યાઓ પર બોરડીના છોડ પર આવતું આ ફળ એક સમયે ગરીબોનું ફ્રૂટ કહેવાતું હતું. પરંતુ હવે શાહુકારો પણ આ નાના ફળના મોટા ચાહકો બની ગયા છે. 

બોરના બગીચા એવી જગ્યાએ લગાવવામાં આવે છે જ્યાં વરસાદની શક્યતા ઓછી હોય. ઉજ્જડ જમીન અથવા સૂકા વિસ્તારોમાં બોરનો સારો પાક થઇ શકે છે. 

સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં બોરના છોડનું વાવેતર કરવામાં આવે છે. જે વિસ્તારોમાં સિંચાઈના સારા સાધનો ઉપલબ્ધ છે, ત્યાં જાન્યુઆરીથી માર્ચની વચ્ચે પણ તેનું વાવેતર કરી શકાય છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

બોરની ખેતી કરતા પહેલા જમીનની યોગ્ય ખેડાણ કરવી જરૂરી છે. કોદાળીનો ઉપયોગ કરીને જમીન સમતળ કરવી જોઈએ. તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જમીનમાં નીંદણ ન હોવું જોઇએ.

ઓછા વરસાદવાળા વિસ્તારોમાં છોડ 6 મીટરના અંતરે રોપવા જોઈએ, જ્યારે સારી સિંચાઈવાળા વિસ્તારોમાં 8 મીટરના અંતરે વાવેતર કરી શકાય છે.

વાવેતર કરતા પહેલા, 60x60x60 સે.મી.નો ખાડો ખોદીને તેમાં 50 ગ્રામ હેપ્ટાક્લોર ધૂળ મિશ્રિત 2 ટોપલી ગાયનું છાણ નાખો. હેપ્ટાક્લોર ડસ્ટ ઉધઈ સામે રક્ષણ આપવાનું કામ કરશે. આ ખાડામાં રોપા વાવવા જોઈએ.

એક એકરમાં 200 જેટલા બોરના છોડ વાવવામાં આવે છે. એક વૃક્ષ એક સિઝનમાં લગભગ 150 કિલો ફળ આપે છે. 

આનો અર્થ એ થયો કે, એક એકરનો બાગ એક સિઝનમાં 30 ટન બોરનું ઉત્પાદન કરે છે. સામાન્ય લોકોને બજારમાં બોર 50 થી 100 રૂપિયા પ્રતિ કિલો મળે છે. 

નિષ્ણાંતોના મતે એક વર્ષનો મેન્ટેનન્સ ખર્ચ રૂ. 50,000 થી રૂ. 70,000 સુધીનો હોઈ શકે છે. એટલે કે એક એકરમાંથી ચોખ્ખી બચત ઓછામાં ઓછી 3 લાખ 80 રૂપિયાની થશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.