કુદરતી શણગાર! શિવઘાટ ધોધ સોળે કળાએ ખીલ્યો
હાલ ગુજરાતમાં વરસાદનો માહોલ જામ્યો છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.
વરસાદ પડતાની સાથે પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠતી હોય છે.
જોકે, પ્રકૃતિની સાચી મજા માણવી હોય તો ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લાની મુલાકાત લેવી જોઈએ.
આ દિવસોમાં ડાંગ જિલ્લા સહિતના જિલ્લામાં સારો એવો વરસાદ પડી રહ્યો છે.
જેના પગલે આખો ડાંગ જિલ્લો જાણે કે ખીલી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે.
ડાંગ જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે અહીંની નદીઓ વહેતી થઈ છે.
વરસાદને કારણે ડાંગમાં નાના અને મોટા ધોધ પણ જીવંત થઈ ગયા છે.
આવો જ એક નાનો ધોધ શિવ ઘાટ જીવંત થયો છે અને આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે.
શિવઘાટ ધોધ ડાંગ જિલ્લાના વડા મથક આહવાથી 10 કિલોમીટરના અંતરે આવેલો છે.
આ ધોધનું નામ શિવ ઘાટ હોવાનું કારણ તેની પાસે આવેલું શંકર ભગવાનનું નાનું મંદિર છે.
શિવ ઘાટ નાનો ધોધ છે. આ ધોધ મુખ્ય રોડ પર હોવાથી અહીંથી પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બને છે.
અહીંથી પસાર થતા પ્રવાસીએ બે ઘડી માટે અહીં ગાડી થોભાવવાનું ચૂકતા નથી.
આ ધોધ સામાન્ય રીતે જૂન મહિનાથી જાન્યુઆરી મહિના સુધી જીવંત રહેતો હોય છે.
વધુ વેબ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો