હોળી પછી જલસાં કરાવશે આ 5 શેર, ખરીદવામાં વિચારતા નહીં

હોળીના તહેવારો પર હજારો રૂપિયાનો ખર્ચ વધી ગયો છે. રંગ, ગુલાલ, મિઠાઈ, પકવાન અને મહેમાન આ બધા પર તમારા હજારો રૂપિયા ખર્ચ થવાનું નક્કી છે. 

પરંતુ તહેવારો બાદ આ ખર્ચાની ભરપાઈ કરવાની છે, તો જલ્દીથી આ 5 શેર પર દાવ લગાવી દો. દિગ્ગજ રોકાણકારોનું કહેવું છે કે, આ સ્ટોક્સ 36 ટકા સુધી રિટર્ન આપવાની ક્ષમતા રાખે છે.

 દિગ્ગજ બ્રોકરેજ ફર્મ શેરખાને થોડા શેર્સને પિક કર્યા છે, જે હોળીના તહેવાર બાદ 36 ટકા સુધી બમ્પર રિટર્ન આપી શકે છે.

ડાલમિયા ભારતઃ બ્રોકરેજ ફર્મ શેરખાને ડાલમિયા ભારતને ખરીદીની રેટિંગ આપી છે. હાલ આ શેર 1,922.25 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે, જે 2600 રૂપિયા સુધી જવાની ક્ષમતા રાખે છે. આમાં 35 ટકા રિટર્ન દેખાઈ રહ્યું છે.

ઝાયડસ લાઈફસાયન્સ- આ શેર માટે 1,100 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ રાખવામાં આવ્યો છે. 21 માર્ચના રોજ કંપનીના શેર 991.70 રૂપિયા પર બંધ થયા હતા. તેનો અર્થ છે કે, આ શેર 11 ટકા સુધી રિટર્ન આપી શકે છે.

કોલ ઈન્ડિયાઃ આ શેર આવનારા થોડા સમયમાં 550 રૂપિયા સુધી જઈ શકે છે. 21 માર્ચ 2024ના રોજ તેની કિંમત 431.95 રૂપિયા પ્રતિ શેર હતી. તેનો અર્થ થયો કે, આ શેર 27.50 ટકાનું રિટર્ન આપી શકે છે.

હિન્દુસ્તાન યૂનિલિવર- બ્રોકરેજ ફર્મે તેનો ટાર્ગેટ પ્રાઈસ 2,910 રૂપિયા રાખ્યો છે. 21 માર્ચના રોજ કંપનીના શેર 2242.60 રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ પ્રકારે શેર લગભગ 30 ટકા રિટર્ન આપી શકે છે.

અશોક Leyland- આવનારા સમયમાં તેના શેર 221 રૂપિયા સુધી જઈ શકે છે. જે ગત કારોબારી સત્રમાં 166 રૂપિયા પર બંધ થયા હતા. આ પ્રકારે માત્ર એક વર્ષની અંદર જ કંપનીના શેર 33 ટકાનું જબરદસ્ત રિટર્ન આપી શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.