સરકાર વગર વ્યાજે આપી રહી છે 5 લાખની લોન

મોદી સરકારની લખપતિ દીદી યોજના એવી સ્કીમ છે, જેના હેઠળ મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે.

 સંપૂર્ણ રીતે વ્યાજ મુક્ત આ લોન 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. 

બસ આ યોજનાનો લાભ લેવા માટે એક શરત છે, તે એ છે કે, આ લોન માત્ર તે મહિલાઓને જ મળશે જે સેલ્ફ હેલ્થ ગ્રુપની સભ્ય હશે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે એવા નાના જૂથો, જેમાં મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓનો સમાવેશ થાય છે.

ગત વર્ષે આ યોજનાનો લાભ ઉઠાવનારી મહિલાઓની સંખ્યાનો ટાર્ગેટ 2 કરોડ રાખવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે અંતરિમ બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે આ સંખ્યા 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાની જાહેરાત કરી છે.

 સરકારની રૂરલ મિનિસ્ટ્રી તરફથી આ સ્કીમને લાગૂ કરવામાં આવી છે. બિઝનેસ ટ્રેનિગ આપવી, સામાન બજાર સુધી પહોંચાડવો, જરૂરી કૌશલ્ય અને ટ્રેનિંગ આપવી, બધુ આ સ્કીમ હેઠળ શક્ય છે.

આ વિશે વધારે જાણકારી માટે તમે આપેલા એડ્રેસ પર લોગીન કરી શકો છો- https://lakhpatididi.gov.in/.

પોલટ્રી ફાર્મિંગ, એલઈડી બલ્બ નિર્માણ, ખેતીવાડી, મશરૂમની ખેતી, સ્ટ્રોબેરીની ખેતી, પશુપાલન, દુધ ઉત્પાદન, હસ્તશિલ્પના કામ, બકરી પાલન માટે અને ટેક હોમ રેશન પ્લાન્ટ જેવા કામો માટે આ લોન મળી શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.