પાવર કંપનીને મળ્યા 700 કરોડનો ઓર્ડર, 52 સપ્તાહની હાઈ પર પહોંચ્યા શેર

4 એપ્રિલના રોજ, GE પાવર ઈન્ડિયાનો શેર NSE પર 11 ટકા વધીને રૂ. 369ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

આવું એટલા માટે થયું કારણ કે કંપનીને જય પ્રકાશ પાવર વેન્ચર્સ પાસેથી રૂ. 774.9 કરોડના બે ઓર્ડર મળ્યા હતા.

આ ઓર્ડર મધ્ય પ્રદેશમાં નિગરી સુપર થર્મલ પાવર પ્લાન્ટ અને બીના થર્મલ પાવર પ્લાન્ટ માટે ભીના ચૂનાના પથ્થર આધારિત FGDના સપ્લાય અને વિસ્તરણ માટે છે, એમ GE પાવરે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

રૂ. 490.5 કરોડના નિગરી સુપર થર્મલ પાવર પ્લાન્ટનો ઓર્ડર 33 મહિનામાં પૂર્ણ કરવાનો છે, જ્યારે રૂ. 284.4 કરોડના બિના થર્મલ પાવર પ્લાન્ટનો ઓર્ડર 30 મહિનામાં પૂર્ણ કરવાનો છે.

કંપનીને બોઈલર ફાયરિંગ સિસ્ટમના સપ્લાય માટે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ પાસેથી રૂ. 8.75 કરોડનો કોન્ટ્રાક્ટ પણ મળ્યો છે.

4 એપ્રિલે, GE પાવરનો શેર NSE પર 4 ટકાથી વધુના વધારા સાથે રૂ. 345.45 પર બંધ થયો હતો.

છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 234 ટકાનો વધારો થયો છે. કંપનીનું માર્કેટ કેપ 2232 કરોડ રૂપિયા છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.