આ પુરાવા હોય તો જ પત્નીને પતિની મિલકતામાં મળે ભાગ

ભારતમાં જૂના જમાનાથી જ મહિલાઓને નાણાંકીય બાબતોથી દૂર રાખવામાં આવે છે. જેને લઈને તેઓ પોતાના નાણાંકીય અધિકારો (Financial Rights) વિશે નથી જાણી શકતી.

આજના સમયમાં મહિલાઓએ આર્થિક રીતે આત્મનિર્ભર થવાની સાથે પોતાના અધિકારો વિશે જાણકારી મેળવવી પણ જરૂરી બની ગઈ છે. ત્યારે આ અંગે કાનૂની બાબતોના જાણકારો સાથે વાત કરી અને રિસર્ચ કર્યું.

ઘણી સ્ત્રીઓના છૂટાછેડા થવાના કારણે કે રોગ અથવા દુર્ઘટનાથી તેમના પતિનું અવસાન થવાના કારણે બધું જ અસ્તવ્યસ્ત થઇ જાય છે, જેથી તમે જાગૃત રહેશો તો તમે સમયસર પરિસ્થિતિને સંભાળી શકશો.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

સુપ્રીમ કોર્ટના વકીલ અને નેશનલ કમિશન ફોર વિમન (NCW)ના પૂર્વ સદસ્ય ડૉ. ચારુ વલીખન્ના જણાવે છે કે, બધી જ ખાસ કરીને ઘરે રહેતી અને નોકરી ન કરતી મહિલાઓએ જાણકારી રાખવી જરૂરી છે કે તેમના પતિના પાસે કયા ફાઇનાન્શિયલ એસેટ્સ છે. 

તેઓ જણાવે છે કે, પતિના દરેક ફાઇનાન્શિયલ એલોકેશન, ડિમેટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ, સેવિંગ સ્કીમ કે અન્ય રોકાણોમાં નોમિની જેવા એસેટમાં તમારું નામ હોઈ શકે છે. 

એ વાતનું ધ્યાન રાખો કે તમે બાય ડિફોલ્ટ નોમિની નથી બની શકતા, તેની માટે તમારા પતિએ ફોર્મમાં નામ અને સંબંધ લખવાનો હોય છે. એવું પણ થઇ શકે કે એસેટ માલિક પુત્ર, પુત્રી કે વહુને કોઈ એસેટ વિશેષમાં નોમિની તરીકે રાખે.

જો મોટાભાગના એસેટમાં તમે જ નોમિની છો, તો પણ આ એસ્ટ્સમાં નોમિની તરીકે તમારું નામ હોવું પૂરતું નથી. 

જો આ એસેટના માલિકનું દુર્ભાગ્યપૂર્ણ અવસાન થઇ જાય અને એસેટની વેલ્યુ 2 લાખ રૂપિયાથી વધુ હોય, તો માત્ર નોમિની હોવાના કારણે તમને તેના ડિફોલ્ટ હકદાર નહીં માનવામાં આવે. 

ચારુએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના અનુસાર, બે સાક્ષીઓની હાજરીમાં બનાવડાવેલું વિલ જ માન્ય ગણવામાં આવે છે. સાથે જ માલિકના રજીસ્ટર્ડ વિલમાં તમારું નામ હોવું જરૂરી છે, જેથી તમારા નામે એસેટ ટ્રાન્સફર થવામાં કોઈ સમસ્યા ન થાય. 

ડૉ. ચારુ જણાવે છે કે નોમિની હોવું કાયદાકીય રીતે ઉત્તરાધિકારી હોવું નથી. જ્યાં પણ નોમિની તરીકે કોઈનું નામ લખેલું હોય, તે માત્ર ટ્રસ્ટી માનવામાં આવે છે. 

પતિ તેના રજીસ્ટર્ડ વિલમાં એમ પણ લખાવી શકે છે કે મારા બધા જ નોમિની (પત્ની/પુત્ર કે પુત્રી) કાયદેસર રીતે વારસદાર માનવામાં આવે.  

આવું ન હોય તો પત્નીએ કાયદેસર રીતે કોર્ટમાં Succesion Certificate જમા કરાવવાનું રહેશે અને લાંબી પ્રોસેસ બાદ NoC સહિતની પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ જ્યારે કોર્ટ ક્લિયરન્સ આપે, ત્યારે તમે એસેટના હકદાર બની શકશો.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.