તુલસીનો સૂકાયેલો છોડ ઘરમાં રાખવો શુભ કે અશુભ?

ભારતના દરેક ઘરમાં લગભગ તુલસીનો છોડ હોય જ છે. તેની દરરોજ પૂજા કરીને જળ ચડાવવાથી જીવનની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

જો કે તુલસીનું સૂકાઇ જવું જ્યોતિષ અનુસાર યોગ્ય માનવામાં નથી આવતું. ચાલો જાણીએ તુલસીનો સૂકાયેલો છોડ ઘરમાં રાખવો જોઇએ કે નહીં.

તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. માન્યતા છે કે આ છોડમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. તેને ઘરમાં રાખવો શુભ છે.

હિન્દુ ધર્મ અનુસાર, ઘરમાં સૂકાયેલો તુલસીનો છોડ રાખવો શુભ નથી. તે ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ લઇને આવી શકે છે.

MORE  NEWS...

સૂર્ય ગ્રહણની છાયામાં સોમવતી અમાવસ્યા, રાશિ અનુસાર કરો આ ઉપાય

પિતૃઓના મોક્ષ માટે ચૈત્ર અમાવસ્યા પર કરો આ ઉપાય, કાલસર્પ દોષથી પણ મળશે મુક્તિ

જ્યોતિષ અનુસાર, સૂકાયેલા તુલસીના છોડને ઘરની બહાર રાખવો જોઇએ. સૂકાયેલા છોડને મૂળ સહિત કાઢીને કોઇ નદી કે તળાવમાં વિસર્જિત કરી દેવું જોઇએ.

ઘરના સૂકાયેલા તુલસીના છોડને સન્માન સાથે બહાર કાઢો. તેના માટે રવિવારનો દિવસ પસંદ ન કરો. કારણ કે આ દિવસે તુલસીને સ્પર્શ કરવી શુભ નથી.

કુંડામાં વાવેલો તુલસીનો છોડ સૂકાઇ જાય તો તેની માટી કાઢવી ન જોઇએ. કારણ કે તેની માટી પણ શુભ છે. તમે તેની પણ પૂજા કરવી જોઇએ.

સૂકાયેલા તુલસીના છોડની જગ્યાએ નવો છોડ વાવવો જોઇએ. તેના માટે ગુરુવારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તુલસીનો નવો છોડ વાવો.

ઘરમાં તુલસીનો છોડ હંમેશા હર્યો ભર્યો રહે તો તે સુખ સમૃદ્ધિ લઇને આવે છે. તેનાથી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.

સૂકાયેલા તુલસીના છોડને ઘરમાં રાખવો શાસ્ત્રો અનુસાર શુભ નથી માનવામાં આવતો.

MORE  NEWS...

સૂર્ય ગ્રહણની છાયામાં સોમવતી અમાવસ્યા, રાશિ અનુસાર કરો આ ઉપાય

પિતૃઓના મોક્ષ માટે ચૈત્ર અમાવસ્યા પર કરો આ ઉપાય, કાલસર્પ દોષથી પણ મળશે મુક્તિ