ક્યાંક હાલત ખરાબ ન થઇ જાય...આ 5 લોકો ભૂલથી પણ ન પીવે લીંબુ પાણી

ગરમીમાં લીંબુ પાણી ખૂબ પીવામાં આવે છે કારણ કે તરત જ એનર્જી આપવાનું કામ કરે છે અને તેને બનાવવામાં કોઇ ઝંઝટ નથી થતી.

લીંબુ પાણી આમ તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ કેટલાંક લોકોને લીંબુ પાણી પીવાનું ટાળવું જોઇએ, નહીંતર નુકસાન થઇ શકે છે.

એવા લોકોએ લીંબુ પાણી કે ખાટા ફળ અને તેનું જ્યૂસ ન પીવું જોઇએ, જેને સિટ્રસ એલર્જી હોય, નહીંતર સમસ્યા થઇ શકે છે. 

સિટ્રસ એલર્જીવાળા લોકોને ખાટા ફળ ખાધા પછી ગળામાં ખંજવાળ, સ્કિન રેશેઝ, શ્વાસ લેવામાં સમસ્યા, બ્લડ પ્રેશર લો થવા જેવી પ્રોબ્લેમ થઇ શકે છે. 

MORE  NEWS...

ડુંગળી એક મહિના સુધી નહીં બગડે, આ રીતે સ્ટોર કરી લો, રહેશે એકદમ ફ્રેશ

ધોમધખતા તાપમાં તુલસીનો છોડ કરમાઇ રહ્યો છે? નાંખી દો આ ઠંડા ખાતર

જે લોકોને એસિડિટી થતી હોય તેમણે વધારે લીંબુ પાણી ન પીવું જોઇએ કારણ કે તેમાં સિટ્રિક એસિડ હોય છે, જેનાથી સમસ્યા વધી શકે છે. 

ડેન્ટલ પ્રોબ્લેમ વાળા લોકોએ લીંબુ પાણી ન પીવું જોઇએ, કારણ કે તેનાથી ઇનેમલને નુકસાન પહોંચે છે અને સેન્સેટિવિટી વધી શકે છે.

જે લોકોને હાડકા સંબંધિત સમસ્યા છે તેમણે પણ વધારે લીંબુનું સેવન ન કરવું જોઇએ.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

મેજિકલ ડ્રિંક! પેટ પર જામેલી ચરબી બરફની જેમ ઓગળી જશે, પાતળી થઇ જશે કમર

Recipe: ખીચડી માટે આ પરફેક્ટ માપથી સાબુદાણા પલાળો, એક-એક દાણો છુટ્ટો રહેશે