સરકારે લીધો નિર્ણય, 15 એપ્રિલ પછી મોબાઈલમાં નહી મળે  આ સુવિધા

 દેશમાં 15 એપ્રિલથી USSD કોડ્સ દ્વારા કોલ ફોરવર્ડ કરવાની સુવિધા બંધ થઈ જશે. સરકારે ઓનલાઈન અને ખોટા કોલ દ્વારા ઝઈ રહેલા ફ્રોડને રોકવા માટે આ નિર્ણય લીધો છે.

 ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશને દેશની બધી ટેલીકોમ કંપનીઓના મોબાઈલ ફોનમાં *401# ડાયલ કરીને કોલ ફોરવર્ડની સુવિધાને સમાપ્ત કરવા માટે કહ્યું છે.

USSDનો ઉપયોગ મોબાઈલ યૂઝર્સ કોલ ફોરવર્ડ કરવા, ફોન બેલેન્સ ચેક કરવા, કોલર ટ્યૂન સેટ કરવા, UPI ચલાવવા અને IMEI નંબર જાણવા માટે ડાયલ કરે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કોઈ મોબાઈલ યૂઝર જો *401# ડાયલ કરીને કોઈ અજાણ્યા નંબર પર કોલ કરે છે, તો તેનાથી યૂઝરના મોબાઈળ પર જે પણ કોલ કે મેસેજ આવશે, તે બધા અન્ય યૂઝરના ફોન પર ફોરવર્ડ થઈ જશે, ઠગબાજો આ જ સુવિધાઓ ખોટો ઉપયોગ કરી રહ્યા હતા.

 દેશમાં 15 એપ્રિલથી USSD કોડ્સ દ્વારા કોલ ફોરવર્ડ કરવાની સુવિધા બંધ થઈ જશે. સરકારે ઓનલાઈન અને ખોટા કોલ દ્વારા ઝઈ રહેલા ફ્રોડને રોકવા માટે આ નિર્ણય લીધો છે.

સ્કેમર્સ વ્યક્તિના નંબર પર ટેલીકોમ પ્રોવાઈડર બનીને કોલ કરે છે અને નેટવર્ક કે કોઈ અન્ય સમસ્યાનો હવાલો આપીને *401# ડાયલ કરવા માટે કહે છે. 

જેમ ગ્રાહક આ નંબરને ડાયલ કરે છે, તો ઠગ તેને કોઈ અજાણ્યા નંબર પર કોલ કરવા માટે કહે છે. આવું કરતા જ ગ્રાહકની પાસે જે પણ ફોન મેસેજ, કોલ કે ઓટીપી આપશે, તે અજાણ્યા નંબર પર ફોરવર્ડ થઈ જશે, જેને ગ્રાહકે *401# પછી ડાયલ કર્યો હતો.

સરકારે ટેલીકોમ કંપનીઓને કહ્યું છે કે, તે ગ્રાહકોને કોલ ફોરવર્ડિંગની સુવિધા ફરીથી એક્ટિવેટ કરવાનો વિકલ્પ પ્રદાન કરી શકે છે.

જે ગ્રાહકોએ હાલ USSDથી કોલ ફોરવર્ડિંગની સુવિધા લીધી છે, તેમને કંપનીઓ 15 એપ્રિલ બાદ સર્વિસને રિએક્ટિવેટ કરવા માટે કહેશે. આ માટે ગ્રાહકોને USSD સિવાય અન્ય વિકલ્પો આપવામાં આવશે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.