ગુજરાતની કંપનીએ કરી જાહેરાત, 1 શેર પર આપશે 45 રૂપિયા ડિવિડન્ડ

એક સ્મોલકેપ કંપનીએ શેરધારકો માટે ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ કંપનીનું નામ Gujarat Toolroom છે.

કંપનીએ 100 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ પણ નક્કી કરી દીધી છે.

આ સ્મોલકેપ કંપનીએ સોમવાર 8 એપ્રિલના રોજ બોર્ડ બેઠકમાં રેકોર્ડ ડેટ ફાઈનલ કરી દીધી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

બોર્ડે 45 રૂપિયાના આ ડિવિડિન્ડ માટે 30 એપ્રિલ 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. આ દિવસ સુધી કંપનીના રેકોર્ડમાં જે શેરધારકોનું નામ છે, તેમને આ ડિવિડન્ડનો ફાયદો મળશે.

કંપનીએ તે પણ જણાવ્યું કે, ડિવિડન્ડની જાહેરાતના 30 દિવસની અંદર તેની ચૂકવણી કરી દેવામાં આવશે. 

 કંપનીએ તે પણ કહ્યું કે, ડિવિડન્ડની આ જાહેરાત કંપનીની મજબૂત નાણાકીય સ્થિતિને દર્શાવે છે. સાથે જ કંપની શેરધારકોને સારા રિવોર્ડ આપવા માટે પણ પ્રતિબદ્ધ છે.

વર્ષ 1983માં શરૂ થયેલી Gujarat Toolroom માઈનિંગ, કિંમત જેમ્સ, મેટલ ટ્રેડિંગ, ઈન્ફ્રા ડેવલપમેન્ટથી લઈને ઈન્ડસ્ટ્રિયલ સપ્લાયના ઈમ્પોર્ટ અને એક્સપોર્ટનું કામ કરે છે. 

કંપનીને હાલમાં જ Reliance Industries, Adani Gas & Power, Gujarat Gas અને Indian Oil જેવી કંપનીઓ પાસેથી કન્સટ્રક્શન મટીરિયલના સપ્લાય માટે મહત્વના ઓર્ડર્સ મળ્યા છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.