પાડોશી દેશ ચીન પાસે કેટલું સોનું છે? શું તમે જાણો છો?

ચીને માર્ચમાં તેના ભંડારમાં 160,000 ટ્રોય ઔંસ સોનું ઉમેર્યું હતું. આ પછી, એવું માનવામાં આવે છે કે ડ્રેગનના આ પગલાથી સોનાના વર્તમાન ઉછાળાને વેગ મળ્યો છે.

ચીન ગત 17 મહિનાથી તેના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યું છે. તેનો અર્થ છે કે, ચીનની કેન્દ્રીય બેંક સોના પર વિશ્વાસ કરી રહી છે. 

સરકારી આંકડાઓ પ્રમાણે, માર્ચના અંતમાં ચીનની પાસે 72.74 મિલિયન ઔંસ સોનું હતું. તેના ગત મહિને આ આંકડો 72.58 મિલિયન ઔંસ હતો. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

તેની સાથે ચીનનું ગોલ્ડ રિઝર્વ 148.64 અબજ ડોલરથી 161.07 અબજ ડોલર થઈ ગયું છે. 

પીપલ્સ બેંક ઓફ ચાઈના 2023માં જાહેર ક્ષેત્રની સૌથી મોટી ખરીદનાર હતી. તેણે 7.23 મિલિયન ઔંસ (224.9 મેટ્રિક ટન) ખરીદ્યા હતા.

WGC અનુસાર, દેશમાં 1977 પછી પ્રથમ વખત સૌથી વધુ સોનું ઉમેરાયું છે. એકંદરે, વૈશ્વિક કેન્દ્રીય બેંકોએ 2023માં 1,037.4 ટન સોનું ખરીદ્યું હતું, જે 2022ના રેકોર્ડ સ્તર કરતાં 4% ઓછું હતું.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.