પીરિયડ્સ બાદ કયા-કયા દિવસે ધોવા જોઇએ વાળ?

પીરિયડ્સને લઇને અલગ-અલગ પ્રકારની માન્યતાઓ સમાજમાં પ્રચલિત છે. તેવામાં પીરિયડ્સમાં વાળ ધોવાથી લઇને ઘણા નિયમ જણાવવામાં આવ્યા છે.

હિન્દુ ધર્મમાં પીરિયડ્સમાં વાળ ધોવાની મનાઇ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે પીરિયડ્સ બાદ કયા દિવસે વાળ ધોવા જોઇએ?

શાસ્ત્રો અનુસાર, પીરિયડ્સના ત્રીજા અથવા જ્યારે પણ માસિક ધર્મ પૂરુ થાય તેના બીજા દિવસે પણ તમે વાળ ધોઇ શકો છો.

આ ઉપરાંત શાસ્ત્રો અનુસાર, પીરિયડ્સના પાંચમા દિવસે પણ વાળ ધોઇ શકાય છે. જો તમારા પીરિયડ્સ 2 દિવસ ચાલે તો પણ પાંચમા દિવસે જ વાળ ધોવા જોઇએ.

પીરિયડ્સ બાદ જો તમારે ગુરુવારે વાળ ધોવા પડે તો પણ ધોઇ શકો છો. તેવામાં તમારે તેના દુષ્પ્રભાવથી બચવા માટે સિંધવ મીઠાના પાણીથી વાળ ધોવા જોઇએ.

MORE  NEWS...

રામ નવમી 16 કે 17 એપ્રિલે? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને મહત્ત્વ

ચૈત્ર નવરાત્રિ: આજે ભદ્રાવાસ યોગમાં મા કાલરાત્રિની પૂજા, જાણો વિધી, શુભ મુહૂર્ત

જો તમે વર્જિત દિવસો પર વાળ ધોવો છો તો તમારે શેમ્પૂ કે સાબુનો ઉપયોગ ન કરવો જોઇએ.

તેવામાં સોમવારે વાળ ધોવાની મનાઇ છે, પરંતુ આ દિવસે પણ તમારે વાળ ધોવા પડે તો તમે કેસૂડાને મસળીને તેનાથી વાળ ધોઇ શકો છો.

પીરિયડ્સ બાદ વાળ ધોવા માટે બુધવાર, શુક્રવાર અને રવિવારનો દિવસ સૌથી શુભ હોય છે. આ 3 દિવસોમાં તમે વાળ ધોઇ શકો છો.

પીરિયડ્સ દરમિયાન વાળ ન ધોવાની સલાહ એટલા માટે આપવામાં આવે છે કારણ કે આ દરમિયાન શરીરનું તાપમાન ઘણુ વધી જાય છે અને વાળ ધોવાથી શરીરનું તાપમાન નિયંત્રિત નથી રહેતું.

પીરિયડસ્ બાદ તમે પણ આ ત્રણ દિવસોમાં વાળ ધોઇ શકો છો. 

MORE  NEWS...

રામ નવમી 16 કે 17 એપ્રિલે? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને મહત્ત્વ

ચૈત્ર નવરાત્રિ: આજે ભદ્રાવાસ યોગમાં મા કાલરાત્રિની પૂજા, જાણો વિધી, શુભ મુહૂર્ત