કંપનીને મળ્યો 270 કરોડનો ઓર્ડર, શેરમાં આવી ગઈ ઘોડા જેવી સ્ફૂર્તિ

મલ્ટીબેગર સ્ટોક રામકૃષ્ણ ફોર્જિંગ્સના સેરોમાં સોમવારે સારી તેજી જોવા મળી રહી છે. કંપનીના શેર 3 ટકાની તેજીની સાથે 709.95 રૂપિયા પર પહોંચી ગયા છે. 

કંપનીના શેરોમાં આ તેજી એક મોટો ઓર્ડર મળ્યા બાદ આવી છે. કંપનીને કુલ 270 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. 

કંપનીએ આપેલી જાણકારી અનુસા, તેને વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝન માટે બોગી ફ્રેમના ડેવલપમેન્ટ અને વેલિડેશન સંબંધિત આ ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર 32 ટ્રેન સેટ્સ માટે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ ઓર્ડર હેઠળ રામ કૃષ્ણ ફોર્જિંગ્સ કુલ 1024 બોગી ફ્રેમ્સ તૈયાર કરશે. 

રામ કૃષ્ણ ફોર્જિંગ્સના શેરોમાં ગત 1 વર્ષમાં 127 ટકાથી વધારે તેજી આવી છે. જ્યારે 4 વર્ષમાં શેર 1540 ટકા વધ્યો છે. 

કંપનીના શેર 17 એપ્રિલ 2023ના રોજ 309.85 રૂપિયા પર હતા તે, 15 એપ્રિલ 2024ના રોજ 709.95 રૂપિયા પર પહોંચી ગયા છે. 

કંપનીના શેરોની 52 સપ્તાહની ઊંચી સપાટી 814.95 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી સપાટી 292 રૂપિયા પ્રતિ શેર છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.