ગરીબ ખેડૂતો માટે વરદાન છે આ પાક, દર 4-5 મહિને કરાવશે કમાણી

તમે મોટેભાગે વાદળી, ગુલાબી અને લીલા રંગના રીંગણ જોયા હશે, પરંતુ શું ક્યારેય દૂધની જેમ સફેર રિંગણ વિશે સાંભળ્યું છે.

સફેદ રિંગણ દેખાવમાં બિલકુલ ઈંડા જેવા હોય છે અને તેની માર્કેટમાં ઘણી માંગ વધી રહી છે. 

ભારત ઉપરાંત વિદેશોમાં પણ તેની માંગ વધી રહી છે. આ રીંગણની એવી જાય છે, જેની ખેતી કરીને ખેડૂતો બમ્પર કમાણી કરી રહ્યા છે. તેને કોઈપણ સિઝનમાં પૂરા વર્ષ દરમિયાન ઉગાડી શકાય છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

 રીંગણની આ જાતની ખેતી માટેનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરી અને માર્ચ માનવામાં આવે છે. ખેડૂતો ફેબ્રુઆરીના અંતથી લઈને માર્ચની શરૂઆત સુધી તેની વાવણી કરી શકે છે. 

જૂન-જુલાઈ મહિનામાં સફેદ રીંગણ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે અને તેને માર્કેટમાં સરળતાથી વેચીને નફો કમાઈ શકાય છે. ખેડૂતો ઓછા સમયમાં વધારે કમાણી માટે સફેદ રીંગણની ખેતી કરી શકે છે.

રીંગણની આ જાતની વાવણી કરવા પહેલા તમારે ક્યારી બનાવી લેવી જોઈએ. તમારે લગભગ ડોઢ મીટર લાંબી અને 3 મીટર પહોળી ક્યારી બનાવીને તૈયાર કરી લેવી જોઈએ.

હવે તમારે માટીનો ભૂકો કરવો પડશે. પછી દરેક ક્યારીમાં લગભગ 200થી 250 ગ્રામ DAP નાખી દેવાનો છે. ક્યારીમાં ડીએપી નાખ્યા બાદ એક લાઈન ખેચીંને આમાં સફેદ રીંગણની વાવણી કરવાની છે. ત્યારબાદ થોડા જ દિવસોમાં તમને છોડ નીકળતા જોવા મળશે.

 જાણકારી અનુસાર, ભારતમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં સફેદ રીંગણની ખેતી કરવામાં આવે છે. પરંતુ જમ્મુમાં તેનું સૌથી વધારે ઉત્પાદન કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, જાંબલી કે કાળા રીંગણ કરતાં સફેદ રીંગણમાં વધુ પૌષ્ટિક તત્વો જોવા મળે છે અને કદાચ આ જ કારણ છે કે કયા બજારોમાં તેની ખૂબ માંગ છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.