બદલાઈ ગયો PFનો આ નિયમ, ખાતામાં રૂપિયા હોય તો ખાસ જાણી લેજો

તમારા પ્રોવિડન્ટ ફંડ સંબંધિત નવા નિયમો 1 એપ્રિલ, 2024થી અમલમાં આવી ગયા છે.

આ મહિનાથી લાગુ કરવામાં આવેલા આ નિયમનો પીએફ ગ્રાહકોને ઘણો ફાયદો થશે. આ શું છે વિગતવાર વાંચો.

અત્યાર સુધી, નોકરી બદલતી વખતે, તમારે તમારા પીએફ ખાતામાં જમા થયેલ પૈસા ટ્રાન્સફર કરવા પડતા હતા. આ માટે એક ફોર્મ ભરીને સબમિટ કરવાનું હતું. પરંતુ હવે તેના નિયમો બદલાયા છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

હવે PF ટ્રાન્સફરની ઝંઝટ પૂરી થઈ ગઈ છે. હવેથી નોકરી બદલવા પર પીએફ આપોઆપ ટ્રાન્સફર થઈ જશે. એટલે કે પીએફ ટ્રાન્સફર કરવા માટે ફોર્મ 31 ભરવાની જરૂર રહેશે નહીં.

જો તમે નાણાકીય વર્ષ 2025 થી તમારી નોકરી બદલો છો, તો તમારું પીએફ એકાઉન્ટ આપમેળે બીજી કંપની (એમ્પ્લોયર) માં ટ્રાન્સફર થઈ જશે. આનાથી પીએફ ખાતાધારકોનું કામ ઘણું સરળ થઈ જશે.

EPF નિયમો અનુસાર, કર્મચારીઓએ તેમના મૂળ પગારના 12 ટકા PF માટે યોગદાન આપવું પડશે અને નોકરીદાતાઓએ પણ આ યોગદાનની બરાબર ફાળો આપવો પડશે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.