આ કંપનીના 50 શેર ખરીદી લો તો લખપતિ બની જાઓ, હાલ સસ્તો છે શેરનો ભાવ

ઘરેલૂ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે, વાયલ અને કેબલ ઈન્ડસ્ટ્રીમાં ગ્રોથની ઘણી શક્યતાઓ છે. 

તેનો સૌથી વધારે ફાયદો પોલીકેબ, RR કેબલ અને KEI ઈન્ડસ્ટ્રીઝને થશે અને તેના કારણે મોતીલાલ ઓસવાલે આ શેરમાં ખરીદીની રેટિંગની સાથે કવરેજ શરૂ કર્યું છે. 

નાણાકીય વર્ષ 2023માં ભારતીય ઈલેક્ટ્રિકલ ઈન્ડસ્ટ્રીનું મૂલ્ય લગભગ 1.8 લાખ કરોડ રૂપિયા હતું. આગામી થોડા વર્ષોમાં તે વાર્ષિક 10 ટકાના CAGRથી વધવાની આશા છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

બ્રોકરેજના પ્રમાણે, ઈન્ફ્રા, રિયલ એસ્ટેટ પર ભાર, ગામડામાં વીજળીનો વિસ્તાર અને ન્યૂક્લિયર ફેમિલીની વધતી સંખ્યાથી કેબલ અને વાયર ઈન્ડસ્ટ્રીની ગ્રોથને સપોર્ટ મળશે. 

કેબલ અને વાયર માર્કેટ નાણાકીય વર્ષ 2014-23ની વચ્ચે વાર્ષિક 8 ટકાના CAGRથી વધ્યું અને હવે નાણાકીય વર્ષ 2023-27ની વચ્ચે તે 12-14 ટકા વધવાની શક્યતા છે.

બ્રોકરેજના પ્રમાણે, સુરક્ષિત બ્રાન્ડેડ પ્રોડક્ટ્સની વધતી માંગ અને વધતા નિર્માણના કારણે મોટી કંપનીઓને તેનો ફાયદો થશે. 

મોતીલાલ ઓસવાલે પોલીકેબ, આરઆર કેબલ અને કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેર પર ખરીદીની રેટિંગની સાથે કવરેજ શરૂ કર્યું છે. 

પોલીકેબના શેર માટે 7500 રૂપિયા ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરવામાં આવી છે, જેના શેર હાલ 5,296.80ના સ્તર પર છે.

KEI માટે ટાર્ગેટ પ્રાઈસ 5000 રૂપિયા છે, હાલ તેના શેર 3,849.60ના સ્તર પર છે. RR કેબલના શેર આજે બીએસઈ પર 1,585.00ના સ્તર પર છે, તેના માટે ટાર્ગેટ પ્રાઈસ 2200 રૂપિયા છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.