1 શેર પર 70 રૂપિયા ડિવિડન્ડ આપી રહી છે એસેટ મેનેજમેન્ટ કંપની

HDFC એસેટ મેનેજમેન્ટ કંપની (HDFC AMC) એ નાણાકીય વર્ષ 2024 ના માર્ચમાં સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે.

કંપનીના નફા અને આવકમાં વધારો થયો છે, જ્યારે કંપનીએ રોકાણકારોને ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

એક્સચેન્જ ફાઇલિંગમાં, કંપનીએ જણાવ્યું છે કે Q4 માં કોન્સોલિડેટેડ નફો વધીને રૂ. 541 કરોડ થયો છે, જે વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 376.2 કરોડ હતો. કંપનીના નફામાં આ વધારો 43.8 ટકા છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કંપનીની કોન્સોલિડેટેડ આવકની વાત કરીએ તો તે વાર્ષિક ધોરણે રૂ. 541 કરોડથી વધીને રૂ. 695 કરોડ થઈ છે.

કંપનીએ તેના શેરધારકોને 1 શેર પર 70 રૂપિયા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. 

કંપનીમાં શેરહોલ્ડિંગ વિશે વાત કરીએ તો, માર્ચ 2024 ક્વાર્ટરમાં પ્રમોટર્સનો હિસ્સો 52.55 ટકા પર યથાવત રહ્યો હતો, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સનું હોલ્ડિંગ માર્ચ 2024 ક્વાર્ટરમાં 11.67 ટકાથી ઘટીને 10.86 ટકા થયું હતું.

શુક્રવારે HDFC AMCનો શેર 1.71 ટકાના ઘટાડા સાથે રૂ. 3,708 પર બંધ થયો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 4,066.50 રૂપિયા છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.