10 વર્ષ સુધી કમાણી કરવી હોય તો આ શેર ખરીદી લો

ગત સપ્તાહમાં એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝના શેર તેની 52 સપ્તાહની હાઈ પર પહોંચી  ગયા હતા. 

વિદેશી બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેન્લીએ હાલમાં જ એક રીપોર્ટમાં કંપનીના શેર માટે ટાર્ગેટ પ્રાઇસ 373 રૂપિયાથી વધારીને 485 રૂપિયા કરી દીધી છે.

સાથે જ વિવિધ કારણો સાથે તેણે આવનારા દિવસોમાં એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોક્સમાં ગ્રોથ વધારે રહેવાની આશા પણ વ્યક્ત કરી છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

છેલ્લા એક વર્ષમાં આ કંપનીના શેરોએ રોકાણકારોને 120 ટકાથી વધારે મલ્ટીબેગર રીટર્ન આપ્યું છે.

 મોર્ગન સ્ટેન્લીનું માનવું છે કે આવાનારા 10 વર્ષો સુધી એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં દમદાર તેજી જોવા મળી શકે છે. 

મોર્ગન સ્ટેન્લીએ રીપોર્ટમાં જણાવ્યું કે, “ઓટોમોબાઇલ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સના ક્લાયન્ટ્સ સાથે કંપની મજબૂત ભાગીદારી ધરાવે છે. સાથે જ ઇવી સેગમેન્ટમાં જલદી ઉતરવાનો લાભ પણ આ કંપનીને મળે તેવી આશા છે.”

આ પહેલા 9 એપ્રિલના રોજ સાઉથ કોરિયાની દિગ્ગજ ઓટો કંપનીઓ હ્યુન્ડે મોટર્સ અને કિયા કોર્પોરેશને જાહેરાત કરી હતી કે તેમણે ભારતમાં તેની ઇવી બેટરી લોકલાઇઝેશન માટે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ સાથે કરાર કર્યો છે.

આ બંને કંપનીઓ ઉપરાંત અન્ય ઘણી OEMs સાથે પણ કંપની વાતચીત કરી રહી છે અને તેની જાહેરાત બાદ આ કંપનીના સ્ટોક્સમાં ભારે તેજી આવી શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.