જાત મહેનતથી ઊભો કર્યો 7,000 કરોડનો કારોબાર, પછી પોતાની જ કંપનીમાંથી કાઢી મૂકાઈ

કઠોર મહેનતથી એક સફળ સ્ટાર્ટઅપ ઊભો કર્યો અને હજારો કરોડનો બિઝનેસ બનાવ્યો. પછી કંઈક એવું થયું કે, પોતાની જ કંપનીમાંથી નીકાળી દેવામાં આવી.

જમીનથી આસામાન સુધીના સફર બાદ ફરીથી જમીન પર પડવાની આ કહાણી જીલિંગોના ફાઉન્ડર અને સીઈઓ અંકિતી બોઝની છે. અંકિતીએ તેના સ્ટાર્ટઅપને નવી ઊંચાઈએ પહોંચાડ્યું હતુ, 

અંકિતીનો જન્મ દેહરાદૂનમાં થયો અને સ્કૂલનો અભ્યાસ કેમ્બ્રિજ મુંબઈથી કર્યો. સ્નાતક પણ મુંબઈની સેન્ટ જેવિયર કોલેજથી પૂરુ કર્યું.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

બેંગલોરના લોકલ માર્કેટમાં ફરતા સમયે તેને લાગ્યું કે, ઘણા એવા નાના દુકાનદાર છે, જેમને ઓનલાઈન પ્લેટફોર્મ પર આવવાની જરૂર છે. 

અંકિતી બોઝે નોકરી છોડીને પોતાના એક મિત્ર ધ્રુવ કપૂરની સાથે મળીને મલ્ટીનેશનલ ટેકનોલોજી એન્ડ કોમર્સ સ્ટાર્ટઅપ જીલિંગો શરૂ કર્યું. 

આ કંપનીની માર્કેટ વેલ્યૂ વર્ષ 2019માં વધીને 7,000 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતા. આ જ કારણ છે કે, અંકિતી વર્ષ 2018ની ફોર્બ્સ એશિયા અન્ડર 30ની લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી અને 2019માં ફોર્ચ્યુનની અન્ડર 40 લિસ્ટ અને બ્લૂમબર્ગની ટોપ 50 લિસ્ટમાં સામેલ રહી.

બધુ જ બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે જ બોઝને વર્ષ 2022માં પોતાની કંપનીથી બહાર કાઢી મૂકવામાં આવી. તેને જીલિંગોના સીઈઓ પદ પરથી હટાવી દેવામાં આવી.

કંપનીના એક રોકાણકાર મહેશ મૂર્તિને તો અંકિત બોઝની સામે 738 કરોડ રૂપિયાની વસૂલાતનો કેસ પણ કરી દીધો છો. સવાલ એ છે કે, આખરે તેણે એવું તો શું કર્યું હતે જેના કારણે આટલી ખરાબ સ્થિતિ થઈ ગઈ.

 અંકિતી બોઝ પર કંપની તરફથી ફાઈનાન્શિયલ મિસપ્રેઝન્ટેશન અને મિસ મેનેજમેન્ટના આરોપ લગાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે બોર્ડની પરવાનગી લીધા વગર જ પોતાનો પગાર 10 ગણો વધારી દીધો. 

આ ઉપરાંત 83 કરોડ રૂપિયની ચૂકવણી પણ કરી, જેનું કોઈ નામ નિશાન નથી. આ આરોપોને લઈને કંપનીએ રોકાણકારોએ 700 કરોડથી વધારેનો કેસ કરી દીધો છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.