SBIની 400 દિવસની સ્કીમમાં મળે છે જોરદાર રિટર્ન, શું તમે રોકાણ કર્યું?

દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી થોડી બચત કરવા માંગે છે અને તેને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમના પૈસા સુરક્ષિત રહે અને તેમને મજબૂત વળતર પણ મળે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, સિક્યોર રોકાણ અને બેસ્ટ રિટર્નની દ્રષ્ટિએ FD યોજનાઓ ખૂબ જ પોપ્યુલર બની છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્પેશિયલ અમૃત કલેશ સ્કીમ (SBI Amrit Kalash FD)નો સમાવેશ થાય છે, જે તેના રોકાણકારોને બેસ્ટ વ્યાજ ઓફર કરે છે.

ખાસ વાત એ છે કે SBIની આ ખાસ FD સ્કીમમાં તમારે માત્ર 400 દિવસ માટે જ રોકાણ કરવાનું હોય છે.

SBI અમૃત કલશ યોજનામાં રોકાણ કરવા પર, બેન્ક સામાન્ય ગ્રાહકોને 7.1 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.6 ટકાના દરે વ્યાજ આપે છે.

આ સ્કીમ પર, મેચ્યોરિટી વ્યાજ અને TDS કાપવામાં આવે છે અને ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવે છે. આવકવેરા કાયદા હેઠળ લાગુ પડતા દરે TDS વસૂલવામાં આવશે.

અમૃત કલશ એફડીમાં રોકાણકારો 2 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ સિવાય આ સ્કીમમાં સમય પહેલા પૈસા ઉપાડવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

SBIની આ 400 દિવસની રોકાણ યોજનાની પોપ્યુલારીટી એટલી છે કે બેન્કે તેની સમયમર્યાદા એક કે બે વાર નહીં પરંતુ ચાર વખત લંબાવી છે.

તાજેતરમાં SBI અમૃત કલશ FD યોજનાની છેલ્લી તારીખ 31 માર્ચથી લંબાવીને 30 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે.

અમૃત કલાશ એફડીમાં રોકાણ કરવા માટે કોઈ અલગ પ્રોડક્ટ કોડની જરૂર નથી. આમાં તમે યોનો બેન્કિંગ એપનો ઉપયોગ કરી શકો છો.