15,000 રૂપિયા લગાવીને માલામાલ થવાનો મોકો, આજથી ખુલ્યો IPO

દેશની લીડીંગ હિટિંગ ઇક્વિપમેન્ટ કંપની JNK India Limitedનો IPO 23 એપ્રિલના રોજ એટલે કે આજથી દાવ લગાવવા માટે ઓપન થઈ ગયો છે. 

કંપનીએ આ IPO માટે 2 રૂપિયાની ફેસ વેલ્યુવાળા ઇક્વિટી શેર માટે પ્રાઇસ બેન્ડ 395-415 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. 

રોકાણકારો આ IPOમાં 25 એપ્રિલ સુધી દાવ લગાવી શકશે. આ IPO માટે એન્કર ઇન્વેસ્ટર્સ માટે 22 એપ્રિલે સોમવારે એલોટમેન્ટ થશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ IPOમાં રોકાણકારો ઓછામાં ઓછા 36 ઇક્વિટી શેરો અથવા તેના ગુણાંકમાં બોલી લગાવી શકશે.

આ IPOમાં 15 ટકા ભાગ નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે, 50 ટકા ભાગ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે અને 35 ટકા ભાગ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે.

આ IPOનું એલોટમેન્ટ શુક્રવારે એટલે કે 26 એપ્રિલે થાય તેવી સંભાવના છે. ત્યારબાદ 29 એપ્રિલે રિફંડ પ્રોસેસ શરુ કરી દેવામાં આવશે. જ્યારે કંપનીના શેર 30 એપ્રિલે BSE અને NSE પર લિસ્ટેડ થઇ જશે.

આ IPOમાં 300 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યુ અને 8,421,052 શેરનો ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. 

જણાવી દઈએ કે, IPO દ્વારા એકત્ર થયેલા ફંડનો ઉપયોગ કંપની જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા માટે કરશે.

આ IPOના બુક રનિંગ લીડ મેનેજર IIFL સિક્યોરિટીઝ લિમિટેડ અને ICICI સિક્યોરિટીઝ લિમિટેડ છે. જ્યારે ઇશ્યુના રજિસ્ટ્રાર લિંક ઈનટાઈમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે. 

JNK India Limited એક હિટિંગ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે. તેમાં રિફોર્મર્સ, ક્રેકિંગ ફર્નેસ અને પ્રોસેસ ફાયર્ડ હીટરનો સમાવેશ થાય છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.