ચાલુ બાઈક રોકવા માટે પહેલા ક્લચ કે બ્રેક દબાવાય?

બાઈક આવડ્યા પછી પણ ઘણી પરિસ્થિતિમાં બ્રેક-ક્લચની ભૂલના કારણે અકસ્માત સર્જાઈ શકે છે.

બાઈક રોકવા પહેલા શું કરવું તે ટેક્નિકલી સમજવું જરુરી, જે ઈમર્જન્સી સ્થિતિમાં ઉપયોગી થશે.

જો અચાનક બ્રેક મારવાની પરિસ્થિતિ આવે તો ક્લચ અને બ્રેક બંનેને એકસાથે દબાવી શકાય છે. ક્લચ અને બ્રેકનો સામાન્ય રીતે કટોકટીમાં એકસાથે ઉપયોગ કરવામાં આવે છે

પ્રથમ સ્થિતિઃ

કારણ કે બાઇકના મિકેનિકલ પાર્ટ્સને નુકસાન પહોંચાડ્યા વિના બ્રેક લગાવવાની આ સૌથી અસરકારક રીત છે. જો કે, અચાનક બ્રેક લગાવતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ.

પ્રથમ સ્થિતિઃ

જો બાઈક વધારે સ્પીડ પર હોય તો પહેલા બ્રેક દબાવવી યોગ્ય ગણાય છે. પછી જો તમને લાગે કે તમારે બાઇક રોકવી પડશે અથવા બાઇકની સ્પીડ હાલનો ગિયર (જે ગિયર પર બાઈક ચાલી રહી હોય) તે સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે તો તમારે ક્લચ દબાવવો પડશે અને નીચેના ગિયરમાં શિફ્ટ થવું પડશે. જો તમે આમ નહીં કરો તો બાઇક બંધ થઈ જશે.

બીજી સ્થિતિઃ

જો તમે સામાન્ય સ્પીડ પર બાઇક ચલાવી રહ્યા છો અને તમને લાગે છે કે બાઇકને થોડી બ્રેક લગાવવાની જરૂર છે, તો માત્ર બ્રેક દબાવવાથી સ્પીડમાં ઘટાડો કરી શકો છો.

ત્રીજી સ્થિતિઃ

તેના માટે ક્લચનો ઉપયોગ કરવાની જરૂર નથી. બ્રેક્સનો ઉપયોગ ફક્ત બાઇકને ધીમો કરવા અથવા રસ્તા પરના નાના અવરોધોને ટાળવા માટે કરી શકાય છે.

ત્રીજી સ્થિતિઃ

જો તમે ઓછી ઝડપે મુસાફરી કરી રહ્યા હોવ અને તમારે બ્રેક લગાવવાની જરૂર હોય, તો પહેલા ક્લચ દબાવો અને પછી બ્રેક દબાવો. કારણ કે જો તમે પહેલા બ્રેક દબાવો તો બાઇક બંધ પડી શકે છે. પ્રથમ અથવા બીજા ગિયરમાં સવારી કરતી વખતે આમ કરી શકાય છે.

ચોથી સ્થિતિઃ

અનુભવી હોય તેમનાથી પણ આ પ્રકારની ભૂલ થઈ શકે છે પરંતુ કેટલીક બાબતો જાણેલી હોય તો તે ઈમર્જન્સીમાં ઉપયોગી થઈ શકે છે.