20થી વધારે એક્સપર્ટ બુલિશ, 700ની પાર જશે આ શેર

આદિત્ય બિડલા ગ્રુપની કંપની હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં આજે 24 એપ્રિલના રોજ 2.40 ટકાથી વધારે તેજીની સાથે 626.50 રૂપિયાના સ્તરે કારોબાર કરી રહ્યા છે.

ગત એક મહિનામાં શેરમાં 12 ટકાથી વધારે તેજી જોવા મલી છે. તેની સાથે જ વર્ષ 2024માં કંપનીનું હજુ સુધીનું રિટર્ન પોઝિટિવ થઈ ગયું છે. 

શેર આ સમયે તેની 625.20 રૂપિયાની 52 સપ્તાહની હાઈની નજીક ટ્રેડ થઈ રહ્યા છે. આ તેજીની સાથે કંપનીની માર્કેટ કેપ 1.37 લાખ કરોડ રૂપિયાથી વધારે થઈ ગઈ છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ શેરે ટાટા સ્ટીલ, JSW સ્ટીલ અને JSPL જેવી કંપનીઓથી સારું પ્રદર્શન કર્યું છે. જો કે, તેણે વેદાન્તા, હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કોપરથી સારું પ્રદર્શન કર્યું છે.

હિન્દાલકોમાં હાલની તેજીએ શેરને ચાર્ટ પર ઓવરબોટ ઝોનમાં પહોંચાવી દીધો છે. શેર હવે 75ના રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ પર કારોબાર કરી રહ્યો છે. 70થી ઉપરવાળા RSIનો અર્થ છે કે, શેર ઓવરબોટ ઝોનમાં છે.

બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને હિન્દાલકો પર ઓવરવેટ કોલ આપ્યો હતો અને શેર પર પહેલાના 600 રૂપિયાના ટાર્ગેટને વધારીને 665 રૂપિયા કરી દીધો હતો.

ટ્રેડબુલ્સના સચ્ચિદાનંદ ઉત્તેકરે કહ્યું કે, હિન્દાલકોના શેર 730 રૂપિયા સુધી જવાની આશા છે.

હિન્દાલકો પર નજર રાખનારા 27 એનાલિસ્ટોમાંથી 24એ શેર પર ખરીદીની સલાહ આપી છે. આ ઉપરાંત, એક એનાલિસ્ટે હોલ્ડ કરવા અને અન્ય 2એ વેચવાની સલાહ આપી છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.