2-2 બ્રોકરેજ હાઉસ બુલિશ, આ શેરમાં આવી શકે 38 ટકા જેટલી તેજી

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના સ્ટોક પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસ મોગ્રન સ્ટેન્લી અને જેફરીઝ બુલિશ જણાઇ રહ્યા છે.

મોર્ગન સ્ટેન્લીએ ઓવરવેટ કોલ સાથે ઓએનજીસીના શેર માટે ટાર્ગેટ પ્રાઇસ 304 રૂપિયા નક્કી કરી છે. જે 23 એપ્રિલના રોજ બીએસઇ પર બંધ ભાવ 276.75 રૂપિયાથી 7.4 ટકા વધારે છે. 

બ્રોકરેજને આશા છે કે કેપિટલ એલોકેશન સ્ટ્રેટેજીમાં સુધારાના કારણે ઓઇલ કંપનીઓનું પર્ફોમન્સ સારું રહેશે. આ ઉપરાંત સ્થિર નિયમોના ઇક્વિટી પર સ્થિર 18-20 ટકા રીટર્નને સપોર્ટ કરે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે તેલની કિંમતો વધવાના કારણે છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં ઓએનજીસીના શેરમાં લગભગ 5 ટકાનો વધારો થયો છે. 

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ONGC જેવા અપ્ટ્રીમ તેલ અને ગેસ ઉત્પાદકોને કાચા તેલની ઉંચી કિંમતોથી લાભ થવો જોઇએ.

જેફરીઝે હાલમા જ આ કંપનીના શેર પર બાય રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું છે, જે અનુકૂળ કાચા તેલ અને ગેસ સુધારાઓ સાથે નફાની ટકાવારીમાં સુધારાથી પ્રેરિત છે. બ્રોકરેજે શેર માટે ટાર્ગેટ પ્રાઇસ 390 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે.

જે શેર ભાવથી લગભગ 38 ટકા વધારે છે. જેફરીઝને કંપની માટે મજબૂત ફ્રી કેશ ફ્લો જનરેશન અને ચોખ્ખા દેવામાં ઘટાડાની પણ આશા છે.

જેફરીઝ જણાવે છે કે, ગેસ પ્રાઇસિંગમાં સુધારાથી ONGCની આવક વધે તેવી શક્યતા છે. હાઇ ઓપરેટિંગ ખર્ચ છતા એનાલિસ્ટ્સનું માનવું છે કે કેજી બેસિનનું ઉત્પાદન લાભદાયક હશે, જેથી રોકાણકારોને એક મોટી ચિંતા દૂર થશે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.