તમે પણ દૂધના નામે ઝેર નથી પીતાને?

દૂધને હંમેશા સંપૂર્ણ આહાર માનવામાં આવે છે.

પરંતુ, આજના સમયમાં બજારમાં ઉપલબ્ધ દૂધમાં ઘણાં પ્રકારની ભેળસેળ કરવામાં આવે છે. 

જેથી આ ભેળસેળિયું દૂધ સ્વાસ્થ્ય માટે ઝેરી સાબિત થઈ શકે છે. 

દૂધમાં પાણી ઉમેરવું, દૂધમાંથી ચરબી કાઢી લેવી, પાવડર ઉમેરવો, બનાવટી દૂધ બનાવીને વેચવું વગેરે અનેક કીમિયા દ્વારા દૂધને દૂષિત કરવામાં આવે છે.

કીમિયાગરો આ રીતે ભેળસેળ કરી દૂધની ગુણવત્તા સાથે તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોય છે.

આવા ભેળસેળિયા દૂધ બજારોમાં ઉપલબ્ધ છે. લોકો અજાણતાથી આ હાનિકારક દૂધનું સેવન કરી રહ્યા છે.

ભારતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા તેની યોગ્ય તપાસ કરવામાં આવે છે.

સમયાંતરે ફૂડ સેમ્પલને સરકાર માન્ય લેબમાં ટેસ્ટ કરાવવામાં આવે છે.

પોલીશ કરેલી ત્રાંસી સપાટી ઉપર દૂધનું ટીપું મૂકી પાણીની હાજરી ચકાસવામાં આવે છે. 

શુદ્ધ દૂધનું ટીપું સફેદ નિશાન છોડીને ધીમે ધીમે વહે છે. 

જ્યારે દૂધમાં ભેળસેળવાળું પાણી કોઈ નિશાન છોડ્યા વિના તરત જ વહે છે.

ટેસ્ટ ટ્યુબમાં દૂધ લઈ તેમાં આયોડિન ટિંકચરના થોડા ટીપાં ઉમેરવામાં આવે છે. 

જેમાં વાદળી રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે.

લેક્ટો મીટર રીડિંગ સામાન્ય રીતે 26 કરતા ઓછું હોવું જોઈએ નહીં.

જો તેનાથી ઓછું રીડિંગ આવે તો દૂધમાંથી ફેટ કાઢી નાખવામાં આવ્યું છે તેવું ફલિત થાય છે.

આ ચકાસણી માટે ટેસ્ટ ટ્યુબમાં એક ચમચી દૂધ લઈને તેમાં ડાયસ્ટિક્સની એક સ્ટ્રીપ લઈ 30 સેકન્ડ ડૂબાડવામાં આવે છે.

જો દૂધ વાદળીથી લીલા રંગમાં ફેરવાય તો દૂધમાં ગ્લુકોઝની હાજરી છે.

આ ચકાસણી માટે ટેસ્ટ ટ્યુબમાં 3 મિલી દૂધ લેવામાં આવે છે અને તેમાં 2 મિલી હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે.

ત્યારબાદ 50 મિલિગ્રામ રિસોર્સિનોલ ઉમેર્યા પછી ટેસ્ટ ટ્યુબને ગરમ કરવામાં આવે છે. દૂધમાં લાલ રંગ સુગરનો ભાગ સૂચવે છે. 

આ ચકાસણી માટે ટેસ્ટ ટ્યુબમાં એક ચમચી દૂધ લેવામાં આવે છે. તેમાં અડધી ચમચી સોયાબીન પાવડર ઉમેરવામાં આવે છે.

ટેસ્ટ ટ્યુબને હલાવીને સામગ્રીને સારી રીતે મિક્સ કરવામાં આવે છે. 

5 મિનિટ પછી તેમાં લાલ લિટમસ પેપર ડૂબાડવામાં આવે છે. અડધી મિનિટ બાદ જો કાગળ લાલથી વાદળી રંગમાં ફેરવાય તો દૂધમાં યુરિયાની હાજરી છે તેમ જાણી શકાય છે.

જો ટેસ્ટ ટ્યુબમાં સમાન પ્રમાણમાં ફીણ વળે તો તે ડીટરજન્ટની હાજરી દર્શાવે છે.

સિન્થેટિક દૂધ સ્વાદમાં પાછળથી કડવું લાગે છે. 

તેને આંગળીઓ વચ્ચે ઘસવાથી સાબુ જેવું લાગે છે અને ગરમ કરતા તે પીળું થઈ જાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો