અંબાલાલ પટેલની વરસાદની આગાહી

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની અંબાલાલની આગાહી

હવે આગામી સમયમાં ગુજરાતના હવામાનમાં કેવા પલટા આવશે તેની માહિતી અંબાલાલે આપી છે

16મી મે સુધી આંધી-વંટોળ સાથે પ્રી-મોનસુન એક્ટિવિટી થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી

મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ પડવાની સંભાવના

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, બનાસકાંઠા, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલે જણાવ્યું કે, આંધી-વંટોળના કારણે અપર વિન્ડની પ્રક્રિયાઓની શરુઆત થશે

ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી પણ અગાઉ અંબાલાલ પટેલ દ્વારા કરાઈ હતી

તાજેતરમાં તેમણે અખાત્રીજના દિવસે રહેલા પવનના આધારે ચોમાસાની આગાહી કરી હતી

અખાત્રીજ પર નૈઋત્ય પવન રહ્યો હતો, જેના આધારે ચોમાસુ વહેલું આવવાના સંકેત

7 જૂનથી દરિયામાં પવનો બદલાશે અને તેજ ગતિના પવનો ફૂંકાઈ શકે છે તેમ પણ જણાવ્યું