ઓછા રોકાણમાં તગડી કમાણી

કોઈ એવા બિઝનેશની શોધમાં છો જેમાં ઓછા રોકાણમાં તગડી કમાણી થાય?

આજે અમે તમારા માટે આવો જ એક બિઝનેસ આઇડિયા લાવ્યા છે.

આ બિઝનેસ એટલે મોબાઈલ એસેસરીઝનો બિઝનેસ (Mobile Accessories) છે.

ડિજિટલાઈઝેશનના કારણે બજારમાં આજકાલ તેની વધુ માગ છે.

વર્ષમાં બારેય મહિનામાં આ બિઝનેસમાં બંપર કમાણી, તહેવારોમાં તો વધુ ફાયદો.

આજે ચાર્જર, ઈયરફોન, બ્લુટૂથ, ફેન, કેબલ, કાર્ડ રીડર, સાઉન્ડબાર સ્પીકર વગેરે સતત માગમાં રહેતી એસેસરી છે.

આ તમામ પ્રોડક્ટની ખૂબ જ માગ છે. જેથી બિઝનેસ શરું કરતાં જ કમાણી પણ શરું થશે.

પબ્લિક એરિયામાં કેનોપી અથવા નાના સ્ટોલથી પણ આ બિઝનેસ શરું કરી શકો છો.

આ બિઝનેસને પાર્ટ ટાઈમ અથવા ફૂલ ટાઈમ પણ કરી શકો છો.

ફક્ત 5000 રુપિયાના રોકાણથી આ બિઝનેસ શરું કરી શકો છો. ત્યારબાદ કમાણી થતાં વધુ રોકાન કરી શકો.

આ બિઝનેસમાં 2-3 ગણો નફો સરળતાથી મળી રહે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.