અતરંગી સ્પેશિયલ ડીશ ગોળો! અમદાવાદીઓ ટેસ્ટ કરવો હોય, તો અહીં પહોંચી જાવ

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા પ્રભાત ચોક પાસે બે ભાઈઓએ એક નવા કોન્સેપ્ટ સાથે બરફ ગોળાનો બિઝનેસ શરૂ કર્યો છે.

અહીંની સ્પેશિયલ અતરંગી ડિશ વિથ આઈસ્ક્રીમ ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે. 

તથા આ એક આઈસ ડીશ ખાવા માટે લગભગ 3થી 4 લોકોની જરૂર પડે છે.

અહીં મળતા આઈસ ડીશની ખાસિયત એ છે કે, તમે ગમે તેટલી વખત કોઈપણ આઈસ ડીશ ખાવ તો પણ ગળું પકડાતું નથી, સાથોસાથ શરીરને અન્ય કોઈ નુકસાન થતું નથી.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

અહીં દરરોજ 100થી 120 લોકો, પરિવાર સાથે આઈસ ડીશનો ટેસ્ટ માણવા આવે છે.

જો અહીંના આઇસ ડીશમાં મળતા વેરાયટીની વાત કરીએ તો અહીં, ફાલસા જાંબુ, મિલ્કી, કાજુ-દ્રાક્ષ, ચોકોલેટ, રજવાડી, સ્પે. માવા ડીશ વગેરેનો સમાવેશ થાય છે.

જ્યારે ડીશ વિથ આઈસક્રીમમાં રાજા-રાણી, ડ્રાયફ્રૂટ ખજાના, ચોકોલેટ કેટબરી અને સ્પે. અતરંગી ડીશનો સમાવેશ થાય છે. 

આ સિવાય તમે તમારા ટેસ્ટ મુજબ ડ્રાયફ્રૂટ કે આઈસ્ક્રીમ પણ ઉમેરી શકો છો.

આ અતરંગી ડીશ ગોળાના ભાવની વાત કરીએ તો અહીં 40થી 300 રૂપિયા સુધીમાં અનેક પ્રકારની આઈસ ડીશનો ટેસ્ટ માણવા મળે છે. 

અતરંગી સ્પેશિયલ ડીશ બનાવવા માટે તેમાં સંપૂર્ણપણે ક્રીમી અને મિલ્કીનો જ ઉપયોગ કરવામાં આવે છે.  

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...