ગીરની પ્રખ્યાત કેસર કેરી આવી રીતે પહોંચે છે અમેરિકા

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની કેસર કેરી અમેરિકા અને દક્ષિણ કોરિયા સુધી પહોંચી છે. 

વિદેશમાં અમરેલીની કેસર કેરી પહોંચાડવામાં નિવૃત શિક્ષક અને ખેડૂત મધુભાઇ સવાણીનો મોટો ફાળો રહ્યો છે.

ઠવી અને વીરડી ગામ વચ્ચે 150 વિઘા વાડીમાં 10 હજાર આંબાનો બગીચો છે, જેમાં અલગ અલગ પ્રકારની કેરીનું ઉત્પાદન થાય છે. 

ત્યારે મધુભાઇ સવાણી  300-300 ગ્રામની કેરીનું ઉત્પાદન મેળવીને  વિદેશમાં એક્સપોર્ટ કરે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

અમરેલીની કેસર કેરીના અમેરિકામાં 3 હજાર રૂપિયા એટલે કે, 25 ડોલર પ્રતિ બોક્સના ભાવ મળે છે.

જણાવી દઈએ કે, વર્ષ 2007 સુધી અમેરિકામાં કેસર કેરી પર પ્રતિબંધ હતો.

ત્યારબાદ  મધુભાઇ સવાણી અને તેમના પુત્ર ડો.ભાસ્કરે કરેલી 6 વર્ષની જહેમત બાદ અમેરિકામાં કેસર કેરી લાવવાની પરવાનગી મળી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ બુશ, ડોનાલ્ડ ટ્રમ્પ અને હાલના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ આ કેસર કેરીનો સ્વાદ ચાખ્યો છે.

જ્યારે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તરીકે અમેરિકા ગયા હતા, ત્યારે સ્પીકર નેન્સી પ્લોસીએ સવાણી ફાર્મમાંથી 25 બોક્સ કેરી મંગાવીને તેમના ભોજન દરમિયાન પીરસવામાં આવી હતી. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...