આ ગામમાં ઝાડના થડમાં બીરાજમાંન છે માતાજી, આવી છે માન્યતા

ભરૂચ જિલ્લાના અંગારેશ્વર ગામમાં પૌરાણિક ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. 

આ મંદિર આશરે 400 વર્ષ કરતાં વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે.

400 વર્ષ જૂના ખોડીયાર માતાજીના મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે.

લોકવાયકા અનુસાર, આશરે 400 વર્ષ પહેલા વાંકાનેરમાં દુકાળની પરિસ્થિતિ ઉદ્ભવી હતી.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ત્યારે વાંકાનેરના માલધારીઓ એ ગાયો ચરાવતા માતાજીની મૂર્તિને લઈને ભરૂચ ખાતે ભ્રમણ કરતા અહીં આવી પહોંચ્યા હતા.

માલધારીઓ જે મૂર્તિને લઈ નીકળ્યા હતા, તેની એવી માનતા હતી કે, માતાજીની મૂર્તિ જ્યાં પણ મુકવામાં આવશે ત્યાં માતાજી વાસ કરશે. 

માલધારીઓએ ફરતા ફરતા નિકોરા બેટમાં પણ વાસ કર્યો હતો, ત્યારે માલધારીઓ માતાજીની મૂર્તિને લઈ અંગારેશ્વર આવી પહોંચ્યા હતા.

માલધારીઓએ આ સ્થળે ભુલથી માતાજીની મૂર્તિ મૂકી હતી. તેથી આ સ્થળે ખોડીયાર માતાજીની મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

તે સમયે અહીં રહેલા સમડીના ઝાડમાં માતાજીની મૂર્તિ મૂકી હતી.એ ઝાડ આજે પણ આ સ્થળે એવું જ જોવા મળે છે. 

એમ પણ કહેવાય છે કે, આ ઝાડમાં પણ માતાજીનો વાસ રહેલો છે.ખોડીયાર માતાજીને પ્રસાદી સ્વરૂપે દૂધ, પુરી બનાવીને ધરાવવામાં આવે છે.

ખોડિયાર જયંતિના દિવસે આ મંદિરે 2,500થી 3,000 લોકો માટે ભંડારો રાખવામાં આવે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...