મોતીભાઈ દેસાઈ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા અને સુભાષ પાલેકરની ટ્રેનિંગ મેળવી પ્રાકૃતિક પદ્ધતિ પ્રમાણે કેવી રીતે ખેતી કરી શકાય તેનું માર્ગદર્શન મેળવ્યું હતું.
ખેડૂત પોતાના ઘરે દેશી ગાયના છાણ અને ગૌમુત્રમાંથી પોતાના હાથથી બીજા મૃત,ઘન જીવા મૃત, જીવામૃત, ગૌમૂત્ર, બેકટેરિયા, છાસ, દૂધ, ગોળ, વરમી કમ્પોસ્ટ, લીંબુનો રસપોતાના જાતે બનાવે છે.
આ વર્ષે ખેડૂતે 4 વિઘામાં મગફળી અને અઢી વિઘામાં બાજરીનું વાવેતર કર્યું છે, જેમાં મગફળીમાં કુલ અત્યાર સુધી ખર્ચ 30 હજારનો કરી ,તેની સામે 3 લાખ કરતા વધુની આવક થશે તેવી સંભાવના છે.
જ્યારે બાજરીમાં કુલ અઢી વિઘામાં કુલ અત્યાર સુધી 4 હજારનો ખર્ચ કરી તેની સામે 66 હજાર જેટલી આવક થવાની સંભાવના મોતીભાઈએ જણાવ્યું હતું.