રાતે સૂતી વખતે વાળમાં નારિયેળ તેલ લગાવવાથી શું થાય?

વાળને હેલ્ધી રાખવા માટે તેલ લગાવવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

તેવામાં ઘણી છોકરીઓ રાતે સૂતા પહેલા વાળમાં તેલ લગાવે છે અને સવારે હેર વોશ કરી લે છે.

આ જ કડીમાં આજે અમે તમને જણાવીશું કે રાતે વાળમાં નારિયેળ તેલ લગાવીને સુવાથી શું થાય.

નારિયેલ તેલ એન્ટી-ઓેક્સિડેન્ટ, ફેટી એસિડ. એન્ટી ઇન્ફ્લેમેન્ટકી અને વિટામિન ઇ જેવા ગુણોથી ભરપૂર હોય છે. તેવામાં નારિયેળ તેલ સ્કિન અને હેર માટે ફાયદાકારક માનવામાં આવે છે.

MORE  NEWS...

ઘી બનાવવા માટે મલાઇ જમા કરો ત્યારે આટલું કરો, ક્યારેય ગંદી વાસ નહીં આવે

B12ની ઉણપ અઠવાડિયામાં દૂર કરશે આ સુપરફૂડ્સ, શાકાહારીઓ માટે બેસ્ટ

કોલસા જેવો કાળો તવો મિનિટોમાં ચાંદી જેવો ચમકશે, ટ્રાય કરો આ ધાંસૂ જુગાડ

નારિયેળ તેલ આખા વાળમાં લગાવીને આખી રાત રહેવા દેવું ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી વાળને ઘણા લાભ મળે છે.

જો તમારા વાળ ડ્રાય રહેતા હોય તો રાતના સમયે વાળમાં તેલ લગાવીને સુઇ જાવ. સવારે હેર વોશ કરવાથી વાળ સોફ્ટ થઇ જશે.

આજકાલની ખરાબ લાઇફસ્ટાઇલના કારણે ઘણા લોકો હેર ફોલની સમસ્યાથી પરેશાન છે. તેનાથી રાહત મેળવવા માટે રાતના સમયે નારિયેળ તેલ લગાવવું ફાયદાકારક સાબિત થઇ શકે છે.

જો તમે રાતના સમયે વાળમાં નારિયેળ તેલ લગાવીને સુવો છો તો તેનાથી વાળને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ મળે છે.

રાતના સમયે વાળમાં નારિયેળ તેલથી મસાજ કરવાથી સ્કેલ્પને હેલ્ધી રાખવામાં મદદ મળે છે. સાથે જ બ્લડ સર્ક્યુલેશન પણ સારુ થાય છે.

નારિયેળ તેલ રાતે લગાવીને સુવાથી હેર ગ્રોથ સારો થાય છે. તેવામાં વાળ ધીમે-ધીમે લાંબા અને ભરાવદાર થાય છે.

રાતના સમયે નારિયેળ તેલ લગાવવું વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.

MORE  NEWS...

ગરમીમાં સુકાઇ જાય છે મીઠો લીમડો, કોથમીર અને ફુદીનો? ફ્રિજમાં મૂકતા પહેલા આટલું કરો

સફેદ વાળ પર વધારે દિવસ નથી ટકતો મહેંદીનો રંગ? હિના સાથે મિક્સ કરો આ વસ્તુ

કીડીઓને માર્યા વિના ઘરની બહાર ભગાડો, 2 નંબરનો નુસ્ખો છે સૌથી અસરકારક

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)