ઘરમાં વંદા બહુ ફરે છે? આ રહ્યો જડમૂળથી સફાયો કરવાનો જુગાડ

એકવાર વંદા ઘરમાં પ્રવેશ્યા પછી ક્યારેય બહાર નીકળતા નથી. પહેલા એક, પછી બે અને ટૂંક સમયમાં જ ઘરમાં વંદાઓનું ટોળું દેખાવા લાગે છે.

ઘણી વખત, તેમના ડરથી, લોકો કલાકો સુધી તેમના પોતાના રૂમમાં પગ મૂકતા નથી અને કેટલીકવાર તેઓ આખા ઘરને પોતાના માથા પર લઈ લે છે.

જો તમે પણ આ કોકરોચથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો તો તમે અહીં જણાવેલી કેટલીક રીતો અજમાવી શકો છો.

ચાલો જાણીએ આ રીતો વિશે જેના દ્વારા વંદો ભાગી જશે અને મરી પણ જશે.

તમે કોકરોચને દૂર કરવા માટે તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો. આ માટે થોડા તમાલપત્ર લો અને તેને પાણીમાં પલાળી દો. આ પાણીને કોકરોચ પર છાંટવાથી વંદો ભાગવા લાગે છે.

MORE  NEWS...

અથાણું બનાવવા કાચી કેરી ખરીદતી વખતે આટલું ચેક કરજો, મસ્ત બનશે Pickle

રોટલી બનાવતી વખતે લોટમાં આ વસ્તુ ભેળવી દો, સુગર-કોલેસ્ટ્રોલ બંનેનો છે કાળ

સ્ટીલના ટિફિનમાંથી શાકનું તેલ વારંવાર લીક થાય છે? ટ્રાય કરો આ જુગાડ

તમે પાણીમાં લીંબુ અને ખાવાનો સોડા મિક્સ કરીને કોકરોચ પર સ્પ્રે પણ કરી શકો છો. આ પાણીને સૂંઘતા જ કોકરોચ ભાગી જશે.

એવા ઘણા એસેંશિયલ ઓઇલ છે જે જંતુઓને દૂર કરે છે. તમે કોકરોચ પર લવંડર ઓઇલનો છંટકાવ કરી શકો છો.

ફુદીનાના તેલને પાણીમાં મિક્સ કરીને ઘરમાં સ્પ્રે કરો. આનાથી કોકરોચ દૂર રહેશે અને ઘરમાં ફ્રેશ  સુગંધ પણ આવશે.

લોટ અને ખાંડ સાથે બોરિક એસિડ મિક્સ કરો અને જ્યાં કોકરોચ આવે છે ત્યાં તેને છંટકાવ કરો.

લીમડાના પાવડરનો ઉપયોગ કરો કારણ કે તેમાં કુદરતી જંતુનાશક ગુણધર્મો છે. જ્યાં કોકરોચ રહે છે ત્યાં લીમડાનો પાવડર નાખો.

ધ્યાનમાં રાખો કે જો ઘરમાં બાળકો અથવા પાળતુ પ્રાણી છે, તો તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરો.

MORE  NEWS...

ઘી બનાવવા માટે મલાઇ જમા કરો ત્યારે આટલું કરો, ક્યારેય ગંદી વાસ નહીં આવે

B12ની ઉણપ અઠવાડિયામાં દૂર કરશે આ સુપરફૂડ્સ, શાકાહારીઓ માટે બેસ્ટ

કોલસા જેવો કાળો તવો મિનિટોમાં ચાંદી જેવો ચમકશે, ટ્રાય કરો આ ધાંસૂ જુગાડ