હરણ જેવી દેખાતી આ બકરીની જાત, તેના દૂધ અને માંસની છે ભારે ડિમાન્ડ

ગાય-ભેંસની જેમ બકરીઓમાં પણ વિવિધ પ્રકારની જાત જોવા મળતી હોય છે.

ત્યારે બરબારી ઓલાદની બકરી સફેદ રંગની હોય છે અને તેના શરીર પર લાલ રંગના ટપકા જોવા મળે છે, જેના કારણે તે હરણ જેવી દેખાય છે. 

આ બકરીના કાન અને શિંગડા નાના હોય છે અને તે 15 મહિનામાં બે વાર બાળકોને જન્મ આપે છે.

આ બકરીની જાળવણી એકદમ સરળ છે. જો તમે તેને ચરવા માટે બહાર લઈ જઈ શકાતા નથી, તો ઘાસચારો મળી રહે તેવા ખેતરમાં પણ તેને રાખી શકાય છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

સમય પ્રમાણે બરબરી જાતિની બકરીનું વજન 40 કિલો સુધી પહોંચે છે. 

અન્ય બકરાઓ ઉપરાંત બરબારી ઓલાદના બકરાની બજારમાં ખૂબ માંગ છે. તેનું માંસ ખૂબ મોંઘું છે, તેનું કારણ એ છે કે, આ બકરીનું માંસ ખૂબ જ સ્વાદિષ્ટ અને નરમ હોય છે.

આ બકરીનું માંસ બજારમાં ઓછામાં ઓછા ₹900 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. એટલે કે, પશુપાલકો એક બકરીના માંસમાંથી લગભગ ₹36,000 કમાઈ શકે છે. 

જો પશુપાલકો 10 બકરા પાળે છે, તો તેઓ માત્ર તેના માંસમાંથી ₹3,60,000 કમાઈ શકે છે.

ડેન્ગ્યુના દર્દીઓને પ્લેટલેટ્સ વધારવા માટે બકરીનું દૂધ આપવામાં આવે છે. સાથોસાથ તેના દૂધમાં પ્રોટીન, કોલેસ્ટ્રોલ, ફેટ, વિટામીન સહિતના ઘણા ખનિજો મળી આવે છે.

તેના દૂધનો દર ઓછામાં ઓછો 200થી 300 રૂપિયા પ્રતિ લિટર છે. તે દરરોજ દોઢથી બે લીટર દૂધ આપે છે. જો દોઢ લીટરની વાત કરીએ તો ₹200 પ્રમાણે તે મહિનામાં ₹9000નું દૂધ આપે છે

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...