ખેતીને બદલે આ યુવાને શરૂ કર્યો નર્સરીનો વ્યવસાય, એક સિઝનમાં કરે છે લાખોની કમાણી

કાંકરેજના ખોડા ગામ ખાતે રહેતા રમેશભાઈ ચૌધરીએ આજથી 15 વર્ષ પહેલાં નર્સરીની શરૂઆત કરી હતી.

બનાસકાંઠામાં પાણીના તળ ઊંડા જવાના કારણે ખેતીમાં મુશ્કેલી સર્જાતા રમેશભાઈએ  નર્સરી  કરવાનો વિચાર આવ્યો હતો.

તેઓએ બે પાળા તૈયાર કરી, તેની પર બારદન ઢાંકીને છાંયડો બનાવી અલગ અલગ શાકભાજીના રોપાની શરૂઆત કરી હતી.

જેમાં રમેશભાઈ દ્વારા મરચા, ટામેટા અને રીંગણમાં 20થી 30 હજાર રોપા તૈયાર કરતા હતા.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

તેમના દ્વારા તૈયાર કરાયેલા રોપા વાવ, થરાદ, ડીસા, કાંકરેજ, પાલનપૂર અને પાટણ વિસ્તારના ખેડૂતોને વેંચતા હતા.

ત્યારે તેમને કુલ 2 લાખની આવક થતી હતી, જેમાં 1 લાખ ખર્ચ અને 1 લાખની આવક તેઓ મેળવતા હતા.

રોપાની માંગ વધતા રમેશભાઈ ચૌધરીએ કુલ 11 હજાર ચોરસ મીટરમાં કુલ 50 લાખના ખર્ચે મોટી નર્સરી તૈયાર કરી હતી. 

આ નર્સરીમાં અત્યારે કુલ 1 વર્ષમાં 1 કરોડથી વધુ રોપા તૈયાર કરવામાં આવે છે.

આ  1 કરોડથી વધુ રોપામાં કુલ 60 લાખની આવક થઈ અને 40 લાખનો ખર્ચ થયો હતો. તેમાંથી 20 લાખની ચોખી આવક થઈ હતી.

હાલ ખોડા ગામના રમેશભાઈ ચૌધરી  અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...