ઘઉં અને કપાસ છોડો...હવે ખેતરોમાં શરૂ કરો આ બિઝનેસ, ઓછા ખર્ચે મળશે જંગી આવક

આપણા દેશમાં મોટાભાગના લોકો ગાય, બકરી, ઘેટા અને ભેંસ પાળે છે. પરંતુ, થોડા વર્ષોથી લોકોએ મધમાખી ઉછેર પણ શરૂ કર્યો છે, જેના કારણે લોકોને સારો નફો પણ મળી રહ્યો છે. 

મધમાખી ઉછેરના ઘણા ફાયદા છે, જે માત્ર મધ ઉત્પાદન જ નહીં પરંતુ તે પર્યાવરણને સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે.

ત્યારે  પુરુલિયા સુસુનિયા ગામના ખેડૂતોએ મધમાખી ઉછેર કરવાનું શરૂ કર્યું છે, જેના કારણે તેઓ દર વર્ષે લાખો રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે.

ખેડૂત રણજિત સહિશ પહેલા ખેતી કરતા હતા, પછી તેમને ટ્રાઇબલ વેલફેર ફાઉન્ડેશન વિશે ખબર પડી હતી, જ્યાં લોકોને મધમાખી ઉછેરની મફત તાલીમ આપવામાં આવે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ત્યારથી અત્યાર સુધીમાં 5 ખેડૂત પરિવારોએ આમાં તાલીમ લીધી છે. આજે તેઓ 50 બોક્સમાં મધમાખીનો ઉછેર કરે છે.

આ દરમિયાન, 1 બોક્સમાં 9 ફ્રેમ્સ હોય છે. આ એકદમ સરળ કાર્ય છે. અહીં લોકો સંપૂર્ણ સલામતી સાથે કામ કરે છે.

દરેક બોક્સમાંથી 3 મહિનામાં લગભગ 5 કિલો મધનું ઉત્પાદન થાય છે, જેના કારણે ગ્રામજનોને સારો નફો મળે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...