આંતર પાકની ખેતીમાં બનાસકાંઠાના ખેડૂતને મળી સફળતા, આટલા શાકભાજીનું કર્યું વાવેતર

ડીસાના રાણપુર ગામ ખાતે રહેતા ખેડૂત કનવરજી રામસીજી વાધણીયાનો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે.

ખેડૂત કનવરજીએ સમગ્ર જિલ્લામાં સૌ પ્રથમવાર શક્કર ટેટી અને તરબૂચના આંતર પાકમાં ભીંડા, ચોળી, રીગણ સહિતના પાકોનું વાવેતર કર્યું છે.

ખેડૂતે 3 વિઘા જમીનમાં તરબૂચના આતર પાકમાં રીગણનું વાવેતર કર્યું છે. 

2 વિઘામાં શક્કરટેટીના આંતર પાકમાં ચોળીનું વાવેતર કર્યું છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

જ્યારે 3 વિઘામાં શક્કરટેટીના આંતર પાકમાં ભીંડાનું વાવેતર કર્યું છે.

આમ તો, શક્કરટેટી સાથે આંતર પાકમાં ભીંડાનું વાવેતર કરવું કઠિન હોય છે. પરંતુ કનવરજી પોતાની સૂઝબૂઝથી વાવેતર કરતા આ પ્રયોગ સફળ રહ્યો છે.

ખેડૂતે કુલ 34 હજારના ખર્ચ સામે 1 લાખ અને 30 હજાર રૂપિયાની આવક મેળવી છે અને હજુ રીગણમાં ઉત્પાદન ચાલુ છે, જેનાથી વધુ આવક થશે.

આ પાકોનું સફળ વાવેતર અને સારી આવક મેળવી જિલ્લાના ખેડૂતોને નવો માર્ગ ચીંધ્યો છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...