ગુજરાતનું આ ગામ ભીંડાની ખેતી માટે જાણીતું

મહેસાણામાં ઊંઝા તાલુકાનું વરવાડા ગામ ભીંડાની ખેતી માટે જાણીતું છે.

આ ગામમાં ભીંડાની ખેતી મોટાપાયે કરવામાં આવે છે.

છેલ્લા 4 દાયકાથી ભીંડાની ખેતી થતી હોવાથી ત્યાંના મજૂર પણ ભીંડાની ખેતી માટે ટેવાયેલા છે. 

આ ગામમાં ઘર દીઠ એક વિઘામાં તો ભીંડાનું વાવેતર તો કરવામાં જ આવે છે. આનાથી લોકોને રોજગારી પણ મળી રહી છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

અહીં પ્રતિ દિન એકથી દોઢ લાખ રૂપિયાના ભીંડા માર્કેટમાં વેચાણ અર્થે જાય છે.

એટલે કે, દિવસના  200થી 300 મણ જેટલા ભીંડા વેચાણ થાય છે.

અહીંના ભીંડા ખાસ કરીને પાટણ, સિદ્ધપુર, વિસનગર જેવા મોટા માર્કેટમાં જાય છે  અને ત્યાંથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સપ્લાય થાય છે.

હાલ ગામમાં 150 વિઘા જમીનમાં ભીંડાનું વાવેતર થઇ રહ્યું છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...