40 પછી પણ વાળ કાળા રહેશે, આ ફૂડ ખાવાનું કરી દો શરૂ 

વાળ સફેદ થવા સૂચવે છે કે તમે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહ્યા છો. આવી સ્થિતિમાં 40 વર્ષની ઉંમર પછી વાળ સફેદ થવાની સમસ્યા વધી જાય છે.

સારા આહારથી તમે ઉંમર પહેલા સફેદ વાળને કુદરતી રીતે કાળા રાખી શકો છો. ચાલો જાણીએ કે ખાવાની સારી આદતો માટે કયો ફૂડ લેવું જોઈએ.

એવોકાડોમાં હેલ્ધી ફેટ્સ અને વિટામીન E ભરપૂર માત્રામાં જોવા મળે છે. એવોકાડો રેગ્યુલર ખાવાથી વાળના અકાળે સફેદ થવાથી છુટકારો મળે છે.

કાળા તલ તંદુરસ્ત ચરબી અને પ્રોટીનનો સારો સોર્સ છે. વાળને કાળા અને ચમકદાર બનાવવાની સાથે સાથે વાળને ઘટ્ટ પણ બનાવે છે. 

શક્કરિયામાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

હળદર વાળ ખરવાની સમસ્યાને રોકવામાં મદદ કરે છે. આ સિવાય હળદર વાળનો ગ્રોથ પણ વધારે છે અને અકાળે સફેદ થતા અટકાવે છે.

વાળને સ્વસ્થ રાખવા માટે ધૂમ્રપાન, ડ્રિંક અને મીઠી વસ્તુઓથી દૂર રહેવું જરૂરી છે.