દીવો પ્રગટાવતા સમયે આ મંત્રનો કરો જાપ

હિન્દુ ધર્મમાં કોઈ પૂજા-પાઠ દીવો પ્રગટાવ્યા વિના પૂરી નથી થતી. 

દરરોજ સવારે અને સાંજ દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

તેની સાથે જ ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્કમ ઉર્જા દૂર થાય છે. 

તો ચાલો જાણીએ કે, દીવો પ્રગટાવતા સમયે શું બોલવું જોઈએ. સાથે જ દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય શું છે.

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા

પૂજા કરતાં સમયે દીવાને દેવી-દેવતાઓની મૂર્તિ અથવા તસવીરની સામે રાખવું જોઈએ. 

દીવો પ્રગટાવતા સમયે 'શુભમ કરોતિ કલ્યાણં, આરોગ્યં ધન સંપદામ, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિ નમોસ્તુતિ' મંત્રનો જાપ કરો. 

આ મંત્રનો અર્થ છે કે, શુભ અને કલ્યાણ કરનાર, આરોગ્ય અને ધન સંપદા આપનાર, શત્રુ બુદ્ધનો વિનાશ કરનાર દીપકની જ્યોતિને પ્રણામ.

સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પાસે દરરોજ એક દીપક પ્રગટાવો. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહેશે. 

જો ઘીનો દીપક પ્રગટાવી રહ્યા છો તો તેને જમણી બાજુ રાખો અને તેલવાળા દીવાને ડાબી બાજુએ રાખો.

કહેવાય છે કે, મંદિરમાં દીવાને પશ્ચિમની તરફ ક્યારેય પણ ન રાખવો જોઈએ. દીવો ખંડિત ન હોય તેનું ધ્યાન રાખો.

તેલવાળા દીવામાં લાલ દીવેટ અને ઘીના દીવામાં સફેદ રૂવાળી દીવેટ રાખો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા