છૂટાછેડા પછી સુષ્મિતા સેનના ભાઈ-ભાભી ફરી સાથે આવ્યા? ચાહક મૂંઝવણમાં

રાજીવ સેન અને તેની પૂર્વ પત્ની અભિનેત્રી ચારુ અસોપા ફરી ચર્ચામાં છે.

2019માં લગ્ન બાદ બંનેએ 2023માં છૂટાછેડા લીધા હતા.

હવે તાજેતરમાં રાજીવ સેને કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેના પછી લોકો મૂંઝવણમાં છે.

રાજીવ સેને તસવીરો શેર કરી છે, જેમાં તે દીકરી જિયાના સાથે જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન ચારુ પણ તેની સાથે જોવા મળી હતી.

ફોટા શેર કરતી વખતે રેડ હાર્ટ ઇમોજી બનાવ્યું.

રાજીવે જ્યારે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો તો લોકો સવાલો પૂછવા માંડ્યા.

ચારુ આસોપા પાસે દીકરીની કસ્ટડી છે.

તે ઈચ્છે છે કે તેની પુત્રીનું તેના પિતા સાથેનું બંધન જળવાઈ રહે. તેથી જ તે બંનેને મળતી રહે છે.