12 પાસ યુવાનનો જબરદસ્ત બિઝનેસ આઇડિયા, ટુંકા સમયમાં થઇ ગયો ફેમસ

જામનગરના રણમલ તળાવ પાસેની જગ્યામાં લારી ચલાવનાર હિરેનભાઈ ભાનુશાળીના વડાપાઉં ખૂબ જ પ્રખ્યાત છે.

તેઓ છેલ્લા 13-14 વર્ષથી વડાપાઉં બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

હાલ હિરેનભાઈએ ઉલટા વડાપાઉં બનાવવાનો કોન્સેપ્ટ શરૂ કર્યો છે.

તેમના દ્વારા બનાવેલો આ ઉલટા વડાપાઉંનો સ્વાદ જામનગરમાં લોકો પ્રથમ વખત ચાખી રહ્યા છે, તેવું કહી શકાય.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ જગ્યા સિવાય જામનગરમાં ભાગ્યે જ એક બે જગ્યાએ આવા ઉલટા વડાપાઉં મળતા હશે!

 સાધારણ વડાપાઉંની કિંમત 25 રૂપિયા હોય છે, જ્યારે આ ઉલટા વડાપાઉંની કિંમત 40 રૂપિયા છે.

તેઓ ઉલટા વડાપાઉંમાં ગ્રીન ચટણી  ઉપરાંત લસણવાળી ચટણી અને મીઠી ચટણી મિક્સ કરીને તેણે તેલમાં ફ્રાય કરે છે.

હિરેનભાઈના ત્યાં  દિવસના સરેરાશ લગભગ 40 જેટલા ઉલટા વડાપાઉં વેચાઈ જાય છે. 

આ ઉપરાંત સાદા વડાપાઉં સહિત હિરેનભાઈ લગભગ પ્રતિ દિન 4,000 રૂપિયા સુધીની આવક કરે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા