MSUની વિદ્યાર્થિનીએ કરી કમાલ! બંજર જમીન પર કર્યું બગીચાનું નિર્માણ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગમાં ભણતી વિદ્યાર્થીની ક્રિષ્ના પ્રધાનાનીએ સંપૂર્ણપણે ઉજ્જડ જમીનના ટુકડાને બગીચામાં રૂપાંતરિત કર્યો છે.

જે ભવિષ્યની પેઢીના વિદ્યાર્થીઓ અને સ્ટાફને યુનિવર્સિટી કેમ્પસમાં લીલા વાતાવરણ સાથે જોડવામાં મદદ કરશે.

ક્રિષ્નાનો રિસર્ચનો વિષય લેન્ડસ્કેપ અને ગાર્ડન એરિયા માટે યુટીલીટી અને ડેકોર એલિમેન્ટ્સ બનાવવાનું હતું.

લેન્ડ સ્કેપ અને ગાર્ડન એરિયા વાતાવરણમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ત્યારે ક્રિષ્નાએ પોતાની ફેકલ્ટીના કેમ્પસની લાઇબ્રેરીની નજીક આવેલી બિનઉપયોગી ઉજ્જડ જમીનનો સદુપયોગ કર્યો છે. 

તેથી તેણે અત્યાર સુધી લેન્ડસ્કેપ વિષયમાં જેટલું પણ શીખ્યું, એનું ભણતર યોગ્ય જગ્યાએ વાપરી અને યુનિવર્સિટી માટે પોતાનું યોગદાન આપ્યું છે.

ક્રિષ્નાએ બગીચા માટે 13 કાર્યાત્મક અને સૌંદર્યલક્ષી તત્વો વિકસાવ્યા અને આખું ડેવલોપમેન્ટ ત્રણ ચરણમાં હતું.

જેમાં પ્રથમ ચરણમાં બંજર જમીનનું માપ લઇ અને લેઆઉટ બનાવમાં આવ્યું હતું. બીજા ચરણમાં બનાવેલા લેઆઉટના માહિતી અને ટેક્નિકલ ડ્રોઈંગ બનાવામાં આવ્યા હતા.

 અંતે ત્રીજા ચરણમાં તમામ એલિમેન્ટને ડેવલોપ કરવામાં આવ્યા હતા. જેમાં તમામ રિસાયકલ વસ્તુઓને અહીંયા વાપરવામાં આવી છે.

બગીચામાં બેન્ચ, ટાયર સીટીંગ, ફેનસિંગ, ડસ્ટબીન, પ્લાસ્ટિક કેન પ્લાન્ટર, વોલ પેઈન્ટીંગ, ટ્રી હેગિંગ, વગેરે જેવી વસ્તુઓને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવીને ઉપયોગમાં લેવામાં આવી છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા