ખેડૂતે 1.5 વીઘા જમીનમાં કરી ઓર્ગેનિક ચોળાની ખેતી

ભરૂચના બોરભાઠા બેટ ગામમાં રહેતા ખેડૂત જયંતિભાઈ પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી રોકડિયા પાક તરીકે ફૂલેવર, દુધી, બ્રોકલી, ચોળા સહિતની ખેતી કરે છે.

ખેડૂત જયંતિ પટેલ પાસે કુલ 5.5 એકર જમીન છે. તેમાંથી ખેડૂતે સવા વીઘા જમીનમાં અજીત 22 જાતના ચોળાની ઓર્ગેનિક ખેતી કરી છે. 

ચોળાનો પાક તૈયાર થવામાં 1 મહિનો અને 15 દિવસ સુધીનો સમય લાગે છે. 

ખેડૂતે માર્ચ મહિનાની શરૂઆતમાં ચોળાનું વાવેતર કર્યું હતું. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ચોળાની ખેતીમાં પાણીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી હોય છે.

ચોળાની ખેતીમાં ખેડૂત ઓર્ગેનિક ખાતરનો વપરાશ કરી રહ્યા છે.

ચોળાએ ગરમ ઋતુનો પાક હોય, ગરમ અને ભેજવાળું હવામાન વધુ માફક આવે છે.

અજીત 22 જાતના ચોળાની ખાસિયત વિશે વાત કરીએ તો એ લીલી શાકભાજીમાં જાય છે. 

અજીત 22 જાતના ચોળાનો માર્કેટ ભાવ પ્રતિ મણનો 1,500 થી 1,700 રૂપિયા ભાવ મળી રહે છે.

ખેડૂત જયંતિ પટેલે પોતાની સવા વિઘા જમીનમાંથી સવા લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવ્યું છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા